Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કવર સ્ટોરી:વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની ઓળખ

    8 hours ago

    રિચા ચડ્ઢા દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં યોજાઈ રહેલા પ્રતિષ્ઠિત ‘બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’ (BIFF)માં ભારત તરફથી 9 ફિલ્મોની પસંદગી વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમાની બદલાતી છબિનો સ્પષ્ટ સંકેત આપે છે. આ ફેસ્ટિવલમાં સામેલ લગભગ તમામ ફિલ્મો ‘ઇન્ડિપેન્ડન્ટ’ (ઇન્ડી) અથવા પ્રયોગશીલ છે. હવે વૈશ્વિક અભિગમ બદલાયો છે. આ પરિવર્તનનો સૌથી મોટો અને સીધો ફાયદો એ થયો છે કે ફિલ્મ નિર્માતાઓને હવે કોઈ પણ પ્રકારની બાહ્ય દખલગીરી કે સ્ટુડિયોના દબાણ વગર પોતાની શરતો પર, મુક્ત મને પ્રામાણિકતા સાથે વાર્તાઓ રજૂ કરવાની કલાત્મક આઝાદી મળી રહી છે. ભારતીય સ્પર્શ ધરાવતી પ્રાદેશિક ફિલ્મો માટે તોતિંગ બજેટ જરૂરી નથી વિશ્વ સિનેમામાં પોતાની કાયમી છાપ છોડવા માટે કોઈ પણ ફિલ્મ પાસે કરોડો રૂપિયાનું તોતિંગ બજેટ હોવું કે વાર્તાનો પટ વૈશ્વિક ફલક પર રચાયેલો હોય એ પણ જરૂરી નથી. વાસ્તવમાં જ્યારે કોઈ કથા પોતાના સ્થાનિક પરિવેશ, ભાષા, સંસ્કૃતિ અને પાત્રો પ્રત્યે વફાદાર, સંવેદનશીલ હોય છે, ત્યારે તેની આંતરિક ભાવનાત્મક અપીલ આપોઆપ સાર્વત્રિક અને વૈશ્વિક બની જતી હોય છે. માણસની પોતાની ઓળખની આંતરિક શોધ, કૌટુંબિક સંબંધોના તાણાવાણાની જટિલતાઓ અને સમાજની અપેક્ષાઓ વચ્ચે પ્રેમ તથા માનભેર જીવવાનો વ્યક્તિગત સંઘર્ષ એવા સનાતન વિષયો છે, જે દુનિયાના દર્શકને સમાન રીતે સ્પર્શી જાય છે. બુસાન જેવા વૈશ્વિક મંચ પર પહોંચેલી ભારતીય ફિલ્મો આ જ માપદંડ પર ખરી ઊતરી રહી છે. ફેસ્ટિવલ સર્કિટની ઓડિયન્સ અને કોમર્શિયલ થિયેટરમાં જતા સામાન્ય પ્રેક્ષકોની માનસિકતામાં પાયાનો મોટો તફાવત રહેલો છે. થિયેટરના દર્શકો મોટે ભાગે ત્વરિત મનોરંજન, રોમાંચ અને હળવાશની શોધમાં હોય છે, જ્યારે ફેસ્ટિવલના દર્શકો સિનેમાની ભાષામાં થતા નવા પ્રયોગો, અજાણી વાર્તાઓ અને બુલંદ અવાજોને માણવા ઉત્સુક હોય છે. આ જ કારણ છે કે કોઈ પણ ગંભીર કે કલાત્મક સિનેમાની સાચી ક્ષમતાને માત્ર પહેલા સપ્તાહના બોક્સ ઓફિસ આંકડાઓથી માપી શકાય નહીં. ઘણી ઉત્તમ ફિલ્મો અત્યંત શાંત, ધીમી અને સૂક્ષ્મ ગતિએ પોતાની વાત રજૂ કરે છે. ઓટીટી પ્લેટફોર્મ્સે નવો ક્રાંતિકારી માર્ગ મોકળો કર્યો છે સ્વતંત્ર અને પ્રયોગશીલ સિનેમા માટે સૌથી મોટો પડકાર હંમેશાં વિતરણ વ્યવસ્થા રહ્યો છે. મર્યાદિત સ્ક્રીન્સ, મોટાં બેનરોની ફિલ્મો સાથેની હરીફાઇ અને માર્કેટિંગનાં મર્યાદિત સંસાધનોને લીધે ઉત્તમ ફિલ્મો ઘણીવાર દર્શકો સુધી પહોંચી શકતી નહોતી. આવા કઠિન સમયમાં ઓટીટી પ્લેટફોર્મ્સે નવો ક્રાંતિકારી માર્ગ મોકળો કર્યો છે. અહીં દર્શક પોતાની અનુકૂળતા મુજબ ગહન, વિચારપ્રેરક અને આત્મીય વાર્તાઓને નિહાળી શકે છે. આનાથી થિયેટરનું મહત્ત્વ નથી રહ્યું એવું પણ નથી. ઓટીટી અને થિયેટર બંને એકબીજાનાં પૂરક માધ્યમો છે. ત્રણ મોરચે મોટા પાયે સુધારા થવા જોઇએ રસરંગ નોલેજ : ‘બુસાન ફિલ્મ ફેસ્ટિવલ’ સુધી પહોંચેલી આ બે ફિલ્મો બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ થયેલી ફિલ્મો વાર્તા કહેવાની રૂઢિચુસ્ત શૈલી, દૃશ્ય-ભાષા, એડિટિંગ અને સાઉન્ડ ડિઝાઇનની પરંપરાગત પદ્ધતિઓને તોડીને સામે આવી છે. આ ફિલ્મો પૈકી મુખ્ય બે કૃતિઓ ખાસ ધ્યાન ખેંચે છે: નોટ અ હીરો (રીમા દાસ) આસમના ગ્રામીણ વાતાવરણ પર આધારિત આ ફિલ્મમાં શહેરમાં ઊછરેલો 11 વર્ષનો મિવાન પોતાની માસી સાથે રહેવા આવે છે. અહીં સામાન્ય પટકથાના વળાંકો કરતાં અનુભૂતિ અને વાતાવરણનું નિર્માણ કેન્દ્રમાં છે, જે ફિલ્મને કલાત્મક ઊંચાઈ આપે છે. સેલ્વી (શૈલેષ રત્નકુમાર) ઘરેલુ કામકાજ કરતી મહિલાના અદૃશ્ય શ્રમને વાચા આપતી આ ફિલ્મમાં શ્રેષ્ઠ શૈલીગત પ્રયોગ જોવા મળે છે. સતત હલતો કેમેરો અને 12 કલાકથી શરૂ થઈને 72 કલાક સુધી ખેંચાતી શિફ્ટ્સ દર્શાવીને ફિલ્મ શ્રમિકોના સંઘર્ષને પ્રભાવશાળી રીતે દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:જેન-ઝી સાથે નિખાલસ વાતો અને બે પેઢી વચ્ચેનો કડવો એકરાર
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:પવનને સાંભળવું એટલે શું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment