Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:જેન-ઝી સાથે નિખાલસ વાતો અને બે પેઢી વચ્ચેનો કડવો એકરાર

    7 hours ago

    જૂની પેઢીના એક નિખાલસ પ્રતિનિધિ તરીકે જેન-ઝીનાં યુવક-યુવતીઓને થોડીક પેટછૂટી વાતો કરવી છે. હે, વહાલાં નવ-યુવક-યુવતીઓ! કોણ જાણે કેમ પણ અમે તમને સમજવામાં અને તમારાં અરમાનોને પરખવામાં સદંતર નિષ્ફળ ગયાં છીએ. અમારી સરિયામ નિષ્ફળતા ઢાંકવા માટે ઢાલ તરીકે એક વાક્ય અમે વારેવારે બોલીએ છીએ : ‘આ જુવાનિયાં બધી રીતે વંઠેલ છે અને બેજવાબદાર છે.’ અમે ક્યાં નિષ્ફળ ગયાં? અમે તમને વાસી ધર્મ વારસામાં આપવાનો પ્રયત્ન કર્યો. આ અમારી પહેલી નિષ્ફળતા. ધર્મની દુકાનોને અમે આશ્રમ માની બેઠા અને દુકાનદારોને સંતો માની બેઠા. ક્યારેક વાસી ધર્મો વચ્ચે ટક્કર થઈ ત્યારે અંધશ્રદ્ધા અને મૂર્ખતામાં કોણ ચડે, તેની હરીફાઈ ચાલી. આવી હરીફાઈએ કોમવાદને જન્મ આપ્યો. છેલ્લાં થોડાંક વર્ષોમાં એક પણ મંદિર, ચર્ચ, દેરાસર, ગુરુદ્વારા કે મસ્જિદ બાંધવાનું ટળ્યું હોત તો આ દેશનો એક પણ ગરીબ પરિવાર ઘર વગરનો ન હોત. ધર્મસ્થાનો બંધાય ત્યારે અપ્રામાણિકપણે થયેલી કમાણીમાંથી જ દાની વહેતું થાય છે. આ દેશમાં જેટલાં સ્થાનકો આજે છે તે પૂરતાં છે, પરંતુ ‘અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને.’ ઈંટ-ચૂનાને માણસ કરતાંય વધારે પ્રતિષ્ઠા મળી તેથી હરિનાં લોચનિયાં સદા ય આંસુભીનાં જ રહ્યાં. અમારી બીજી નિષ્ફળતા એ કે અમે તમને અત્યંત ભ્રષ્ટ વહીવટ વારસામાં આપ્યો. સફેદ વસ્ત્રોમાં શોભતા પ્રધાનોએ કાળાં કામો કર્યાં. અમે બળવો ન પોકાર્યો. સેક્યુલરિઝમના નામે આ સફેદ રાજકારણીઓએ લઘુમતીને પછાત, ગરીબ અને અજ્ઞાન રાખીને વોટબેન્ક વિકસાવી તોય અમે લાચારીથી બધું જોતા રહ્યા. માફિયા રાજાઓ અને સત્તાના લાલચુઓ વચ્ચે સોદાબાજી થઈ તોય અમે બળવો ન પોકાર્યો. અમે કાયરો તો એક જ વાક્ય બોલીને બેસી રહ્યા : ‘બધું બગડવા બેઠું છે.’ જટાયુના આ દેશમાં સીતાહરણ થાય તોય કોઈ પોલીસના લફરાંમાં ફસાઈ જવા ન માગે. કાયદો અને વ્યવસ્થા ખાડે ગયાં. કોઈ પણ રાજકીય પક્ષ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. સજ્જનોને ગુંડાઓની દયા પર છોડી મૂકવામાં આવે એવી સ્થિતિ છે. અમારી ત્રીજી નિષ્ફળતા એ છે કે અમે તમને ઉધાર શિક્ષણપ્રથાનાં બલિ બનાવ્યાં છે. ‘ગોખણપટ્ટી એટલે ભણતર’ એવું ખોટું સમીકરણ અમે તમને વારસામાં આપ્યું છે. અમે ‘હેપી બર્થ-ડે’ કહીને તમારી પાસે કેક કપાવી. અમે તમને ચોકલેટો આપી, પણ એક સારી ચોપડી ન આપી. અમે તમને રેઇસના ઘોડા સમજી બેઠા. મેડિકલ અને એન્જિનિયરિંગ સિવાય દુનિયામાં બીજી કોઈ લાઈન ન હોય એવું તમારા મનમાં ઠસાવી દઈને અમે તમને ખૂબ ત્રાસ આપ્યો. શિક્ષણ અને જીવનના છૂટાછેડા થઈ ગયા. કેમ્પસ પર ગુટખા-કલ્ચર જામી પડ્યું. અમે દહેજ પાછળ ઘેલા, તમે ડ્રગ પાછળ ઘેલા! અમને પૈસા વહાલા, તમને વ્યસન વહાલાં! અમે વહેલાં ઊઠનારાં તમે છેક મોડાં પથારીમાં પડનારાં! અમે તમને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યાં. તમે ‘થેન્ક્યુ’ બોલ્યા અને અમે રાજી રાજી! પણ પછી તમે અમને સંભળાવ્યું : ‘આઈ ડૉન્ટ કેર.’ અમે તો આ જ લાગનાં છીએ. તમે ઘરમાં રહીને પરાયાં બની બેઠાં. અમારી ચોથી નિષ્ફળતા ભારે અક્ષમ્ય છે. અમે તમને સેક્સની સાચી સમજ ન આપી. અમે તમને પ્રેમ કરવો એટલે શું, તે ન સમજાવ્યું. અમે દહેજપ્રથા ચાલુ રાખી. અમે જ્ઞાતિપ્રથાને પંપાળી. અમે તમારાં નૂતન ઉન્મેષો પારખી કે પ્રમાણી ન શક્યા. તમે થોડુંક ફ્લર્ટિંગ કર્યું અને અમે તમને ધમકાવ્યાં. બે જણાંની મૌન સંમતિ વગર ફ્લર્ટિંગ શક્ય નથી, એટલુંય અમને ન સમજાણું. અમે તમને એટલું ન કહી શક્યાં કે આવો સ્પર્શ-સુખાનુભવ (ફ્લર્ટિંગ) એ તો સાવ જ નિરુપદ્રવી અને અહિંસક ઘટના છે, જે દ્વારા પ્રકૃતિ પોતાના માનવબળને સર્જનની આનંદચર્યા માટે તૈયાર કરે છે. અરે, અમે સમજ્યાં હોઈએ તો તમને સમજાવીએ ને! અમે ભારે નાદાન સાબિત થયાં. આ બાબતમાં તમે અમારા કરતાં વધારે સમજુ સાબિત થયાં. અમે વંચિત રહ્યાં. તમે તમારો માર્ગ ખોળી લીધો. આપણી વચ્ચે તંદુરસ્ત ડાયલૉગ કદી ન થયો. અમારા મનમાં ખાળકૂવા સર્જાયા તે અમે ઢાંકી રાખ્યા અને તમે પેલું ગીત ગાઈ બેઠાં : ‘તેરા પેન્ટ ભી સેક્સી!’ હવે અમે જાગ્યાં છીએ, પરંતુ બહુ મોડું થઈ ગયું. ઘોડા છૂટી ગયા પછી અમે તબેલાને તાળું મારવા દોડ્યાં. અમારી પાંચમી નિષ્ફળતા એ છે કે અમે તમને ‘ડિજિટલ અનાથ’ બનાવી દીધા. અમે તમને હાથમાં સ્માર્ટફોન, આઈપેડ અને વાઈફાઈ તો આપ્યાં, પણ તમારી સાથે બેસીને બે ઘડી મન ખોલીને વાત કરવાનો સમય ન આપ્યો. પરિણામે, તમે ‘વર્ચ્યુઅલ’ દુનિયામાં હજારો મિત્રો વચ્ચે પણ એકલતાનો ભયાનક અહેસાસ કરવા લાગ્યા. તમારાં ‘લાઇક્સ’ અને ‘ફોલોઅર્સ’ વધતાં ગયાં, પણ જીવનમાં સાચો પ્રેમ અને સંવેદના ઘટતાં ગયાં. અમે તમને ટેક્નોલોજીની હરણફાળમાં દોડતાં કરી દીધાં, પણ કુદરતના ખોળે બેસીને શાંતિથી શ્વાસ લેવાની કળા ન શીખવી. અમે તમને ગ્લોબલ નાગરિક બનાવવાના મોહમાં તમારાં મૂળિયાંથી કાપી નાખ્યાં. અમે તમારી સામે સહનશીલતા અને ધૈર્યના આદર્શો મૂકી ન શક્યા. અમારી અધીરાઈ જોઈને તમે પણ ‘ઇન્સ્ટન્ટ’ સંસ્કૃતિના ગુલામ બની ગયા. આજે તમને 2-મિનિટમાં નૂડલ્સ જોઈએ છે, એક ક્લિકમાં શોપિંગ જોઈએ છે અને એક સ્વાઈપમાં સંબંધો બદલવા છે. આ ‘શૉર્ટકટ’ કલ્ચર અમે વારસામાં આપેલા અસંતોષનું જ પરિણામ છે. અમે તમને ભૌતિક સંપત્તિનો પિરામિડ ઊભો કરીને આપ્યો, પણ માનસિક સ્વાસ્થ્ય ની જાળવણી કેમ કરવી તે ન બતાવી શક્યા. તમે જ્યારે ડિપ્રેશન, એંગ્ઝાયટી કે એકલતાની વાત કરો છો, ત્યારે અમે તેને ‘નાટક’ કે ‘મોજશોખ’ કહીને નકારી કાઢીએ છીએ. આ અમારી બૌદ્ધિક દરિદ્રતા છે. જેન-ઝીના હાથમાં આજે સમગ્ર વિશ્વનું જ્ઞાન આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, છતાં તેના હૃદયમાં એક ગંભીર શૂન્યતા વ્યાપેલી છે. આ શૂન્યતા પૂરવામાં જૂની પેઢી તરીકે અમે સાવ નાદાર સાબિત થયા છીએ. છેલ્લે એક અગત્યની અને કડવી વાત. આજે જૂની પેઢીની ભૂલો સામે આંગળી ચીંધતી જેન-ઝીએ એ ન ભૂલવું જોઈએ કે સમયનો રથ ક્યારેય અટકતો નથી. આવતાં દસ-પંદર વર્ષમાં જ તમે પણ ‘જૂની પેઢી’ની તખ્તી પહેરીને ઊભા હશો. ત્યારે તમારા પછી આવનારી નવી પેઢી એટલે કે જેન-આલ્ફા તમારો હિસાબ માંગશે. મુદ્દાની વાત એ છે કે, માણસ કે પેઢીનું સાચું મૂલ્યાંકન એનાં સંતાનોના ગમા-અણગમા કે ક્રોધ પરથી નહીં, પરંતુ એનાં પૌત્ર-પૌત્રીઓનાં ચારિત્ર્ય અને જીવનમૂલ્યો પરથી જ થવું જોઈએ. ઇતિહાસ હંમેશાં એક પેઢી છોડીને ચુકાદો આપતો હોય છે! પાઘડીનો વળ છેડે તારા વિચાર પણ છીછરા, તારો આચાર પણ છીછરો; તારું વાંચન પણ છીછરું, તારું સંગીત પણ છીછરું. તારું ભણતર પણ છીછરું, તારું જીવતર પણ છીછરું; તારી મૈત્રી પણ છીછરી, તારી ગર્લફ્રેન્ડ પણ છીછરી. (જેન-આલ્ફા પેઢી જેન-ઝી માટે આ ગીત લલકારશે…) Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    Dividend Stocks This Week: ICICI Prudential AMC, LTM, Tech Mahindra, Angel One Among 15 Companies in Focus
    Next Article
    કવર સ્ટોરી:વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની ઓળખ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment