Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી:જનપ્રતિનિધિઓના પ્રશ્નો પર ચર્ચા, અધિકારીઓને સૂચના અપાઈ

    1 day ago

    પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જનપ્રતિનિધિઓએ વીજ જોડાણ, રોડ રસ્તા, ઔદ્યોગિક મંજૂરી, મહેસૂલ, પુરવઠા, પશુપાલન અને આરોગ્ય વિભાગના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના ઝડપી નિકાલ માટે કલેક્ટરે અધિકારીઓને પડતર અરજીઓ, આરોગ્ય સેવાઓ અને યોજનાઓના સહાય વિતરણ અંગે સૂચના આપી હતી. સીએમ ડેશબોર્ડ, પી.જી. પોર્ટલ અને સ્વાગત કાર્યક્રમની અરજીઓનો નિકાલ કરવા પણ સૂચના અપાઈ. નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં પંચાયત પ્રમુખ નીરજ પટેલ, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિથોણ પંથકમાં ટુકડે-ટુકડે વીજળી મળતી હોવાનો ખેડૂતોનો આરોપ:PGVCL કચેરીએ રજૂઆત, ઉકેલ ન મળે ત્યાં સુધી નહીં હટવાનો નિર્ધાર
    Next Article
    બદલીમાં છૂટા ન થયેલા પ્રાથમિક શિક્ષકોને કાર્યમુક્ત કરવા આદેશ:મહેકમની અછતને કારણે અટકેલી બદલીની પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના; DPEOને તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment