Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન દંડ વસૂલાયો:ભવનાથ તળેટી અને અશોક શિલાલેખ પાસે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ડ્રાઈવ: પોલીસ-PGVCLના ગેરકાયદે બોર્ડ હટાવાયા, બ્લેક ફિલ્મ અને એલઈડી લાઇટવાળા વાહનો સામે કાર્યવાહી કરી

    9 hours ago

    જૂનાગઢ શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને ટ્રાફિક વ્યવસ્થિત રાખવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારની રજાનો દિવસ હોવાના કારણે ભવનાથ તળેટી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ​શહેરના અશોક શિલાલેખ અને ભવનાથ તળેટી જેવા મહત્વના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકીંગની વિશેષ કામગીરી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન કેટલીક ફોરવીલ કાર પર બિનઅધિકૃત રીતે લગાવવામાં આવેલ 'પો પોલીસ' અને 'PGVCL' જેવા રોફ મારતા બોર્ડ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારમાં લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ અને અગરબત્તી કે આંઝે અંજાઈ જાય તેવી એલઈડી લાઈટો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ​આ ચેકીંગ દરમિયાન બાઇક ચાલકો પાસે વાહનને લગતા જરૂરી કાગળો, લાયસન્સ અને પીયુસીની ચકાસણી કરવામાં આવી હતી. જરૂરી દસ્તાવેજો ન ધરાવતા તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી કુલ રૂ. 10 હજાર જેટલી રોકડ રકમ દંડ તરીકે વસૂલવામાં આવી હતી. ​આ મહત્વપૂર્ણ ટ્રાફિક ડ્રાઈવને સફળ બનાવવા માટે ટ્રાફિક પીએસઆઈ સંજયસિંહ જાડેજાની રાહબરી હેઠળ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસની આ આકસ્મિક અને સઘન કામગીરીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, જ્યારે ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે પોલીસની આ કડક કાર્યવાહીથી જવાબદાર નાગરિકોએ રાહત અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    કોહલીની અદભુત-અકલ્પનીય ઇનિંગ:ODIમાં ફાસ્ટેસ્ટ 15,000 રન ફટકારનાર બેટર બન્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો; ગિલ 110 રન બનાવીને આઉટ
    Next Article
    જમીન પચાવી પાડવા મૃતક ખેડૂતના નામે બોગસ બાનાખત બનાવ્યું:બોગસ સહીઓ કરી, ચૂંટણી કાર્ડમાં ગરબડ કરી, કલોલના શખસ સામે નંદાસણમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment