Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલીની અદભુત-અકલ્પનીય ઇનિંગ:ODIમાં ફાસ્ટેસ્ટ 15,000 રન ફટકારનાર બેટર બન્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો; ગિલ 110 રન બનાવીને આઉટ

    22 hours ago

    વિરાટ કોહલી વન-ડેમાં સૌથી ઝડપી 15 હજાર રન બનાવનારો બેટર બન્યો છે. તેણે 303 ઇનિંગ્સમાં આ પરાક્રમ કર્યું. કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. સચિને 2007માં સાઉથ આફ્રિકા સામે 377 ઇનિંગ્સમાં 15 હજાર રન પૂરા કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે પહેલી વન-ડેમાં ભારતને 296 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 35 ઓવરમાં 229/2 છે. ટીમ તરફથી વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. કોહલીએ 80મી ફિફ્ટી ફટકારી છે. શુભમન ગિલે 10મી સદી ફટકારી છે. તે 110 રન બનાવીને આઉટ થયો. તેના અને કોહલી વચ્ચે બીજી વિકેટ માટે 151 રનની પાર્ટનરશીપ થઈ. રોહિત શર્મા 32 રન બનાવીને આઉટ થયો. તેને અલ્ઝારી જોસેફે આઉટ કર્યો. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 295 રન બનાવ્યા. જસ્ટિન ગ્રીવ્સે 108 બોલમાં 101 રનની ઇનિંગ્સ રમી, જ્યારે જોન કેમ્પબેલે 62 અને આમિર જંગુએ અણનમ 58 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી. નમન ધીરે આ મુકાબલાથી વન-ડે ડેબ્યૂ કર્યું. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), અમીર જાંગુ, જ્વેલ એન્ડ્ર્યુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ અને જેયડન સીલ્સ.
    Click here to Read More
    Previous Article
    जिस हीरो से 12 साल की उम्र में हुई थी पहली मुलाकात, उसी के साथ एक फ्लॉप और एक ब्लॉकबस्टर फिल्म दे चुकी हैं करीना कपूर
    Next Article
    ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન દંડ વસૂલાયો:ભવનાથ તળેટી અને અશોક શિલાલેખ પાસે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ડ્રાઈવ: પોલીસ-PGVCLના ગેરકાયદે બોર્ડ હટાવાયા, બ્લેક ફિલ્મ અને એલઈડી લાઇટવાળા વાહનો સામે કાર્યવાહી કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment