Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન પચાવી પાડવા મૃતક ખેડૂતના નામે બોગસ બાનાખત બનાવ્યું:બોગસ સહીઓ કરી, ચૂંટણી કાર્ડમાં ગરબડ કરી, કલોલના શખસ સામે નંદાસણમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

    10 hours ago

    અડાલજ અને નારોલની જમીન પચાવી પાડવાના કારસામાં મૃતક ખેડૂતના નામે બોગસ બાનાખત ઊભું કરી રૂ. 25 લાખ મેળવી લીધા હોવાનો બહાનું બતાવી છેતરપિંડી આચરવા બદલ કલોલના શખ્સ સામે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા વિનય ઈશ્વરભાઈ રબારી સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જમીન પચાવી પાડવા મૃતક ખેડૂતના નામે બોગસ બાનાખત બનાવ્યું ગાંધીનગર તાલુકાના અડાલજ ખાતે આવેલ મહાદેવવાસમાં રહેતા અને ખેતીકામ કરતા 34 વર્ષીય કનુજી જયંતીજી ઠાકોરે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કનુજીના પિતા જયંતીજી ગુગાજી ઠાકોરનું ગત તા. 16 જાન્યુઆરી 2024ના રોજ અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ પરિવારના સભ્યોએ વારસાઈ હકે અડાલજ તેમજ મોજે નારોલ (તા. કડી) ખાતે આવેલી ખાતા નંબર 426 અને સર્વે નંબર 79 વાળી જમીનમાં નિયમ મુજબ પેઢીનામું બનાવી વારસાઈ નામો દાખલ કરાવ્યા હતા. ટુકડે-ટુકડે 25 લાખ રોકડા આપ્યાનું નોટિસમાં લખાણ દરમિયાન, કનુજીના પરિવારે પોતાની નારોલ મુકામે આવેલી 1-58-51 હેક્ટર ક્ષેત્રફળ વાળી જમીન વેચવાની કાર્યવાહી હાથ ધરી ટાઈટલ ક્લિયરન્સની પ્રક્રિયા શરૂ કરી હતી. આ સમયે ગત તા. 10 માર્ચ 2026ના રોજ કડીના એડવોકેટ કલ્પેશજી રાજપરા મારફતે તેમને એક લીગલ નોટિસ મળી હતી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, કલોલના ઋષિકેશ ફ્લેટમાં રહેતા રબારી વિનય ઈશ્વરભાઈએ તા. 08 માર્ચ 2019ના રોજ અમદાવાદના નોટરી રૂબરૂમાં આ જમીન પૈકી જયંતીજીના ભાગની વગર વહેંચાયેલી 0-39-62 હેક્ટર જમીનનો કબજા વગરનો વેચાણ બાનાખત કરાર કરાવેલો છે અને તેના બદલામાં રૂ. 25,00,000 ટુકડે-ટુકડે રોકડા ચૂકવી આપ્યા છે. ખોટી સહીઓ, નામમાં લોચો અને શંકા જતાં ભાંડો ફૂટ્યો લીગલ નોટિસ સાથે જોડાયેલા દસ્તાવેજો અને બાનાખતની ચકાસણી કરતા ફરિયાદીને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન પિતા જયંતીજીના ચૂંટણી કાર્ડ (નંબર LPZ2290047)માં 'મકવાણા જયંતીજી' ના બદલે 'મકવાણા જયંતીભાઈ' દર્શાવેલું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત બાનાખત પર પિતાની કરવામાં આવેલી સહીઓ પણ બનાવટી હોવાની આશંકા જતાં ફરિયાદીએ ખાનગી હસ્તાક્ષર નિષ્ણાત (હેન્ડરાઈટિંગ એક્સપર્ટ) વી.બી. ભરવાડ પાસે દસ્તાવેજોની ચકાસણી કરાવી હતી. નિષ્ણાતના અહેવાલમાં જયંતીજીના કુદરતી હસ્તાક્ષર અને બાનાખત પરની સહીઓ મેળ ખાતી ન હોવાનું અને સહીઓ ખોટી રીતે કરવામાં આવી હોવાનું સાબિત થયું હતું. બોગસ સહીઓ કરી, ચૂંટણી કાર્ડમાં ગરબડ કરી ખોટો બાનાખત દસ્તાવેજ બનાવ્યો આમ, આરોપી વિનય ઈશ્વરભાઈ રબારીએ પોતાના મળતિયા માણસો સાથે મળીને મૃતક જયંતીજી ઠાકોરના નામે બોગસ સહીઓ કરી તથા ચૂંટણી કાર્ડમાં ગરબડ કરી ખોટો બાનાખત દસ્તાવેજ ઊભો કર્યો હતો. આ બોગસ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન વેચાણમાં વાંધા ઊભા કરી કનુજી ઠાકોર અને તેમના પરિવાર સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા આખરે નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન દંડ વસૂલાયો:ભવનાથ તળેટી અને અશોક શિલાલેખ પાસે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ડ્રાઈવ: પોલીસ-PGVCLના ગેરકાયદે બોર્ડ હટાવાયા, બ્લેક ફિલ્મ અને એલઈડી લાઇટવાળા વાહનો સામે કાર્યવાહી કરી
    Next Article
    કોહલીની અદભુત-અકલ્પનીય ઇનિંગ:ODIમાં ફાસ્ટેસ્ટ 15,000 રન ફટકારનાર બેટર બન્યો, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો; છગ્ગા સાથે 55મી સેન્ચુરી ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment