Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બદલીમાં છૂટા ન થયેલા પ્રાથમિક શિક્ષકોને કાર્યમુક્ત કરવા આદેશ:મહેકમની અછતને કારણે અટકેલી બદલીની પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના; DPEOને તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ

    23 hours ago

    ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બદલીના મુદ્દે શિક્ષણ વિભાગે મહત્વની સૂચના જાહેર કરી છે. બદલીના આદેશો થયા હોવા છતાં મહેકમની અછતને કારણે જે શિક્ષકોને હાલની શાળામાંથી છૂટા કરવામાં આવ્યા નથી, તેમને છૂટા કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને પરિપત્ર મોકલીને સૂચનાનો અમલ કરવા જણાવાયું છે. નિયમ મુજબ કાર્યવાહી કરવા સૂચના વિભાગની સૂચનામાં શિક્ષકોની બદલીની પ્રક્રિયા દરમિયાન શાળાઓમાં મહેકમની સ્થિતિ અને શિક્ષકોની અછતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને 50 ટકા મહેકમની જોગવાઈને ધ્યાનમાં રાખીને છૂટા ન થયેલા શિક્ષકોના કિસ્સાઓમાં નિયમ મુજબ કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. શિક્ષકોની ઉપલબ્ધતા મુજબ નિર્ણય લેવાનો રહેશે શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાના અધિકારીઓને બદલીના આદેશોનો અમલ થાય અને સંબંધિત શિક્ષકોને છૂટા કરવાની પ્રક્રિયા આગળ વધે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. આ સૂચનાથી મહેકમની અછતના કારણે અટકેલી બદલીના અમલ અંગે ફરી કાર્યવાહી થવાની શક્યતા છે. જો કે, શિક્ષકોને છૂટા કરવાની પ્રક્રિયા દરમિયાન શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા અને લાગુ પડતી જોગવાઈને ધ્યાનમાં રાખી નિયમ મુજબ નિર્ણય લેવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી:જનપ્રતિનિધિઓના પ્રશ્નો પર ચર્ચા, અધિકારીઓને સૂચના અપાઈ
    Next Article
    "Will Sit On Dharna": Top Court's Quip Over Delayed Road Work Near High Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment