Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલ મહાકુંભમાં સી.યુ. શાહ ક્લબના સ્વિમરોનો દબદબો:જિલ્લાકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં વિવિધ ઇવેન્ટ્સમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું

    12 hours ago

    સુરેન્દ્રનગરની સી.યુ. શાહ ક્લબ એન્ડ સ્પોર્ટ્સ એકેડમીના સ્વિમરોએ ખેલ મહાકુંભ-2026ની જિલ્લાકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 14 અને 15 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં ક્લબના 10 સ્વિમરોએ ભાગ લીધો હતો. તેમણે વિવિધ ઇવેન્ટ્સમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી ક્લબનું નામ રોશન કર્યું. આ સફળ સ્વિમરોમાં હિંમત ડાભી, રુહી સિંગરકીયા, અખિલ ડાભી, પ્રિયાંસ વાઘેલા, માનવ પટેલ, રફીક મુલતાની, મહમદ મુલતાની, વંશ વાઘેલા, શૌર્ય ભીમાણી અને શ્રુતિ એ. ડાભીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને મહેનતનો પરિચય આપ્યો. ક્લબ ખાતે નિયમિત તાલીમ અને પ્રેક્ટિસ કરતા આ ખેલાડીઓએ વિવિધ વયજૂથોમાં સારો દેખાવ કર્યો. તેમની આ સિદ્ધિથી ક્લબના કોચિંગ સ્ટાફ અને સંચાલકોમાં ખુશીનો માહોલ છે. ક્લબ દ્વારા તમામ વિજેતા સ્વિમરોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 6 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી:પાટણ, સુરત, ખેડા, અમરેલી અને વડોદરાના અધિકારીઓની બદલી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના ત્રાગડમાં યુવા મિત્રોએ બનાવ્યું માતાજીના ગબ્બરનું ભવ્ય સ્વરૂપ, જેમાં ગુજરાતની સંસ્કૃતિ અને આધુનિક વિકાસનો અદભુત સમન્વય જોવા મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment