Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના ત્રાગડમાં યુવા મિત્રોએ બનાવ્યું માતાજીના ગબ્બરનું ભવ્ય સ્વરૂપ, જેમાં ગુજરાતની સંસ્કૃતિ અને આધુનિક વિકાસનો અદભુત સમન્વય જોવા મળ્યો

    13 hours ago

    અમદાવાદના ત્રાગડ વિસ્તારની તુલસી હાઇટ્સ સોસાયટીમાં યુવા મિત્રોએ માતાજીના ગબ્બરનું સુંદર અને ભવ્ય સ્વરૂપ બનાવ્યું છે. આ ગબ્બરમાં ગુજરાતની સંસ્કૃતિ, ગામડાની પરંપરા અને આધુનિક વિકાસનો અદભુત સમન્વય જોવા મળ્યો. ગબ્બર સાથે આખા ગામનું નિર્માણ કરાયું, જેમાં ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ અને લોકજીવનની ઝાંખી દેખાઈ. યુવા મિત્રોએ દિવસ-રાત મહેનત કરી આ આયોજન સફળ બનાવ્યું. આ આયોજનમાં ગ્રામ્ય સંસ્કૃતિ સાથે આધુનિક વિકાસ પણ દર્શાવાયો. રોપવે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ઘર-ઘર વીજળી જેવી વિકાસલક્ષી બાબતો રજૂ કરાઈ. આ ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક વારસો અને આધુનિક ભારતની પ્રગતિનો અનોખો પ્રયાસ. આ આયોજન દરમિયાન ભક્તો માતાજીના ગરબે ઘૂમ્યા અને ભક્તિ કરી. યુવાનોની મહેનત અને એકતાએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો. સૌએ સુખ, શાંતિ અને એકતા માટે માતાજીને પ્રાર્થના કરી.
    Click here to Read More
    Previous Article
    ખેલ મહાકુંભમાં સી.યુ. શાહ ક્લબના સ્વિમરોનો દબદબો:જિલ્લાકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં વિવિધ ઇવેન્ટ્સમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું
    Next Article
    Joining The Dots | A Week Of Closure, Yet Crude Delivers A Reality Check

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment