Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર મિહિર પટેલે લોકપ્રશ્નો ઉકેલવા સૂચના આપી:જિલ્લા સંકલન બેઠકમાં વિકાસ કાર્યો ઝડપથી પૂરા કરવા તાકીદ કરી

    10 घंटे पहले

    બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને તેના સંદર્ભે અપાયેલા જવાબોની સમીક્ષા કરાઈ હતી. કલેક્ટર મિહિર પટેલે નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા તથા વિવિધ વિકાસ કાર્યો સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી. તેમણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોગ્ય સંકલન જાળવવા ભાર મૂક્યો. બેઠકમાં રોડ-રસ્તા, રેલવે, પાણી પુરવઠો, ચૂંટણી અને વન વિભાગ સહિતના વિષયો પર ચર્ચા થઈ. અધિકારીઓને પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેનો ત્વરિત ઉકેલ લાવવા તાકીદ કરાઈ. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાંતાના કાંતિભાઈ ખરાડી, ધાનેરાના માવજીભાઈ દેસાઈ, કાંકરેજના અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર મનીષ ગુરવાનીએ પુરવઠા અને પોષણ યોજનાની સમીક્ષા કરી:રેશનકાર્ડધારકોને ગુણવત્તાયુક્ત અનાજ મળે તે સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપી
    Next Article
    મતદાર યાદી સુધારણા ઝુંબેશ: 1500થી વધુ મતદાનમથક પર BLO હાજર:વલસાડમાં નામ ઉમેરવા અને કમી કરવા માટે કામગીરી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment