Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર મનીષ ગુરવાનીએ પુરવઠા અને પોષણ યોજનાની સમીક્ષા કરી:રેશનકાર્ડધારકોને ગુણવત્તાયુક્ત અનાજ મળે તે સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપી

    11 hours ago

    નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ, તકેદારી સમિતિ અને પીએમ પોષણ યોજનાની સ્ટીયરિંગ કમિટીની બેઠકો યોજાઈ. આ બેઠકોમાં નાગરિક પુરવઠા વ્યવસ્થા, જાહેર વિતરણ પ્રણાલી, નિરીક્ષણ કામગીરી, સમિતિ રચના અને બેઠકોના આયોજન મુદ્દાઓ પર ચર્ચા થઈ. કલેક્ટરે ભારપૂર્વક કહ્યું કે, તમામ પાત્ર રેશનકાર્ડ ધારકોને નિયત જથ્થા મુજબ ગુણવત્તાયુક્ત અનાજ મળે અને વિતરણમાં કોઈ ગેરરીતિ ન થાય તેની ખાસ કાળજી લેવાય. તેમણે સસ્તા અનાજની દુકાનોનું નિયમિત નિરીક્ષણ કરવા અને નિયમોનું પાલન ન કરનારા દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવા કડક સૂચના આપી. પુરવઠા અધિકારીઓને સમયસર MDM કેન્દ્રોની તપાસ કરવા જણાવાયું. પીએમ પોષણ યોજના હેઠળ શાળાઓ અને આંગણવાડીઓમાં અપાતા આહારના મેનૂ પર ચર્ચા થઈ. કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી કે, બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા સામે કોઈ બાંધછોડ નહીં થાય. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચની એન્જિનિયરિંગ કોલેજમાં CISF દ્વારા અગ્નિ સલામતી કાર્યક્રમ:1500 વિદ્યાર્થી અને સ્ટાફને આગથી બચવા અને અગ્નિશામક સાધનો વાપરવાની તાલીમ અપાઈ
    Next Article
    કલેક્ટર મિહિર પટેલે લોકપ્રશ્નો ઉકેલવા સૂચના આપી:જિલ્લા સંકલન બેઠકમાં વિકાસ કાર્યો ઝડપથી પૂરા કરવા તાકીદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment