Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા નરોડામાં ગરબામાં ખુરશી બાબતે બબાલ:મહિલાએ છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી, સામે પક્ષે પણ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ

    22 hours ago

    નવા નરોડા વિસ્તારમાં સર્જન સ્કાય ફ્લેટમાં નવરાત્રિના ગરબા દરમિયાન ખુરશીમાં બેસવા જેવી સામાન્ય બાબતે બે મહિલાઓ વચ્ચે થયેલી બોલાચાલીની અદાવતમાં સોસાયટીના ચેરમેન અને ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ પર લાકડી જેવા હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે અનિલભાઈ નાયકે ફરિયાદ નોંધાવી હતી. જો કે હવે આ મામલે ફ્લેટમાં રહેતી મહિલાએ છેડતી સહિતની કલમો હેઠળ ક્રોસ ફરિયાદ નોંધાવી છે. જેથી નરોડા પોલીસે નીધી લાડવા અને તેના પિતા છગનભાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નીધી લાડવાએ મહિલાને લાફો મારી દીધો નરોડા હંસપુરા 108 કોલ સેન્ટર સામે સર્જન સ્કાય સોસાયટીમાં રહેતાં 50 વર્ષીય મહિલાની ફરિયાદ પ્રમાણે, તેઓ સોસાયટીની અન્ય મહિલાઓ સાથે નવરાત્રિના ગરબામાં ખુરશી પરથી ઊભા થઈ ગરબા રમવા ગયાં હતાં. રાત્રે તેઓ પરત આવ્યા ત્યારે સોસાયટીમાં રહેતી નીધી છગનભાઈ લાડવા તેમની ખુરશી લેવા લાગી હતી. મહિલાએ બાજુમાં પડેલી ખુરશી લેવાનું કહેતાં નીધી ઉશ્કેરાઈ ગઈ હતી અને ગાળાગાળી કરી મહિલાની ફેંટ પકડી મોઢા પર લાફો મારી દીધો હતો. ક્રોસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ આ દરમિયાન નીધીના પિતા છગનભાઈ લાડવા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને મહિલાની આબરૂ લેવાના ઇરાદે તેમનો હાથ પકડી મોઢા પર લાફો મારી દીધો હતો. સોસાયટીની અન્ય મહિલાઓ પારૂલબેન પટેલ, અલકાબેન પટેલ અને નીરૂબેન પારેખ વચ્ચે પડતાં છગનભાઈએ પગમાંથી ચપ્પલ કાઢી તમામને માર મારી ગાળો આપી હતી. લોકો એકઠા થઈ જતાં મામલો થાળે પડ્યો હતો. આ મામલે હવે બીજી તરફ સામે પક્ષેથી પણ ક્રોસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાંતિજ APMC ચૂંટણીની મતગણતરી પૂર્ણ:કુલ 16માંથી 14 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો જીત્યા
    Next Article
    ભવનાથમાં દીપડાએ ગલુડિયા પર કર્યો હુમલો, સીસીટીવી વાયરલ:​પ્રેરણા ધામ નજીક લોકોની વચ્ચે દીપડાએ ગલુડિયાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ, ઓફિસ બહાર બેઠેલા લોકોમાં ડરનો માહોલ,વન વિભાગે તપાસ હાથ ધરી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment