Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવનાથમાં દીપડાએ ગલુડિયા પર કર્યો હુમલો, સીસીટીવી વાયરલ:​પ્રેરણા ધામ નજીક લોકોની વચ્ચે દીપડાએ ગલુડિયાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ, ઓફિસ બહાર બેઠેલા લોકોમાં ડરનો માહોલ,વન વિભાગે તપાસ હાથ ધરી.

    22 hours ago

    ​ગિરનાર જંગલના હિંસક પ્રાણીઓનો વસવાટ હવે ધીમે-ધીમે ભવનાથના રહેઠાણ વિસ્તાર તરફ વળી રહ્યો છે, જે લોકપ્રશ્ન બન્યો છે. તાજેતરમાં ભવનાથ ક્ષેત્રમાં આવેલા પ્રેરણા ધામની ઓફિસ બહાર કેટલાક લોકો બેઠા હતા, ત્યારે અચાનક જ એક દીપડો ત્યાં આવી પહોંચ્યો હતો અને ગલુડિયા પર હુમલો કરી દીધો હતો. દીપડો ગલુડિયાનો શિકાર કરીને માત્ર સેકન્ડોમાં જ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ​આ અચાનક બનેલી હુમલાની ઘટનાથી પ્રેરણા ધામમાં ઓફિસ બહાર બેઠેલા તમામ લોકો એકદમ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આસપાસ ભયનો માહોલ છવાઈ ગયો હતો. દીપડા દ્વારા ગલુડિયાનો શિકાર કરવામાં આવ્યો હોવાની આ સમગ્ર રોમાંચક અને ડરબનાક ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ​અગાઉ પણ અનેક વખત ભવનાથ ક્ષેત્રમાં ગિરનાર જંગલમાંથી સિંહો ખુલ્લેઆમ રોડ પર આવી ચડ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. પ્રેરણાધામની ઓફિસ બહાર લોકોની સાવ નજીક દીપડાએ આવીને હુમલો કરતા હાલ સ્થાનિક રહીશો અને નાગરિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટે જરૂરી કામગીરી અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નવા નરોડામાં ગરબામાં ખુરશી બાબતે બબાલ:મહિલાએ છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી, સામે પક્ષે પણ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ
    Next Article
    Children Among 10 Killed In Bangladesh Beach Resort Fire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment