Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નામચીન દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ પર પોલીસ ફાયરિંગ:સાયલા નજીક ગુજસીટોકના આરોપીના ફાયરિંગ બાદ જવાબી કાર્યવાહી, પગમાં બે ગોળી ધરબતાં હોસ્પિટલમાં

    1 week ago

    સાયલા નજીક અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ખાસ સ્ક્વોડ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની સંયુક્ત ટીમ દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ગુજસીટોક (GujCTOC), હત્યા, લૂંટ અને ખંડણી જેવા ૨૦થી વધુ ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા કુખ્યાત આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેંડું બોરીચાને રાઉન્ડઅપ કરવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જની ટીમ દ્વારા આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેંડુ ભરતભાઈ બોરીચાને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોસાળ ગામના રસ્તે ગોસળીયા હનુમાનજી મંદિર પાસેથી હસ્તગત કરવામાં આવ્યો હતો.પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા લઈ જતી વેળાએ રસ્તામાં ઊલટીનું બહાનું ધરી ગાડી ઊભી રખાવી આરોપી નીચે ઉતર્યો હતો. ત્યારબાદ તેણે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રાની પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. સ્વબચાવમાં પોલીસનું ફાયરિંગ કોઈ મોટો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમયસૂચકતા વાપરીને સ્વબચાવમાં પીએસઆઈ પૃથ્વીરાજસિંહ મોરી દ્વારા ૨ (બે) રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.આ દરમિયાન એક ગોળી કુખ્યાત આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેંડુંના પગમાં વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે તેને કસ્ટડીમાં લઈ સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આરોપીની વર્તમાન સ્થિતિ સાયલા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આરોપીની હાલત નાજુક જણાતા ફરજ પરના તબીબે તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ (સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ) ખાતે રીફર કર્યો હતો. હાલ આ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે ખસેડાયો ફાયરિંગની આ ઘટનામાં ઘાયલ થયેલા દેવેન્દ્ર બોરીચાને તાત્કાલિક ધોરણે ગંભીર હાલતમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આ માલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુનાહિત ઇતિહાસ આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેંડું વિરુદ્ધ સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જિલ્લા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૨૦થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર મામલે સાયલા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી સેન્ટ્રલ જેલમાં વધુ એક કસ્ટોડિયલ ડેથ:છેતરપિંડીના કાચા કામના કેદીએ બાથરૂમમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત
    Next Article
    જામનગરમાં સળગતી ઈંઢોણી રાસની પરંપરા:ચામુંડા ગરબી મંડળ દ્વારા 40 વર્ષથી આયોજન, 18 યુવાનો માથે સળગતી ઈંઢોણી રાખીને ગરબા રાખીને માતાજીની ભક્તિ કરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment