Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પોલીસે 40 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો:"તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ જનસહાય કેમ્પ; વ્યાજખોરોથી બચાવવા લોન ધિરાણ ચેક અપાયાં

    10 hours ago

    પાટણ જિલ્લા પોલીસે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે નાગરિકોને વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત કરવા અને સુરક્ષાના હેતુથી વિશેષ જનસહાય તેમજ માર્ગદર્શન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં "તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ અંદાજે 40 લાખની કિંમતનો ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આ સાથે જ, આર્થિક જરૂરિયાત ધરાવતા નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા 5 કરોડ રૂપિયાની લોનનું ધિરાણ કરી ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિગતો મુજબ, પાટણ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા સાયબર ગુનાઓમાં ગુમાવેલી રકમ પૈકી 14.82 લાખ રૂપિયા ફરિયાદીઓના બેંક ખાતામાં પરત જમા કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલીસે રિકવર કરેલા 38 મોબાઈલ ફોન, 4 બાઈક, 1 ગાડી, 2.50 લાખની રોકડ રકમ અને સોનાના દાગીના પણ તેના અસલી માલિકોને સુપરત કર્યા હતા. પોલીસ અધિક્ષક V.K. Nai ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રસંગે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને રિજનલ મેનેજર જગદીશ મેહરચંદાણી, લિડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કુલદીપસિંઘ ગેહલોત અને DySP પરેશ રેણુકા નગર પાલિકા પ્રમુખ ચંદ્રિકા બેન રાવળ,સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. DySP પરેશ રેણુકાએ આ તબક્કે જણાવ્યું હતું કે, લોન મેળા દ્વારા પાત્રતા ધરાવતા અરજદારોને 5.50 કરોડ સુધીની લોન આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમણે નાગરિકોને નાની કે મોટી લોન માટે માત્ર સરકારી અથવા અધિકૃત બેંકોનો જ સંપર્ક કરવા અને ગેરકાયદેસર મની લેન્ડર્સથી દૂર રહેવા સૂચના આપી હતી. DySP રેણુકાએ વધુમાં ઉમેર્યું કે, જો કોઈ વ્યાજખોર દ્વારા બળજબરીપૂર્વક ઉઘરાણી કે હેરાનગતિ કરવામાં આવતી હોય, તો નાગરિકો કોઈપણ ડર વગર પોલીસનો સંપર્ક કરી શકે છે. પોલીસ વિભાગ દ્વારા આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    14 વર્ષની ઉંમરનો અદભુત સૂર્યા...:અમિતાભ બચ્ચન બન્યાં વૈભવ સૂર્યવંશીના ફેન, કહ્યું- આ ઉંમરે અમે તો ગિલ્લી-દંડા પણ રમી શકતા ન હતા
    Next Article
    ભરબજારમાં 6 લાખની ચોરી, CCTV:સોનાના બિસ્કિટ ખરીદવા જતા કર્મચારીની બેગમાંથી ગઠિયો નોટોના બંડલ સેરવી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment