Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી સેન્ટ્રલ જેલમાં વધુ એક કસ્ટોડિયલ ડેથ:છેતરપિંડીના કાચા કામના કેદીએ બાથરૂમમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત

    1 week ago

    અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર કસ્ટોડિયલ ડેથની ઘટનાથી ગૂંજી ઊઠી છે. ગાંધીનગરમાં છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા અને સાબરમતી જેલમાં બંધ કાચા કામના કેદીએ બેરેકના બાથરૂમમાં બારીના સળિયા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતાં જ જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. રાણીપ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવી જેલ સર્કલ-2ની બેરેકમાં બની ઘટના ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ગુનામાં આરોપી દર્શકકુમાર સોજીત્રાની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતી કાર્યવાહી બાદ ગત 11 જૂનના રોજ તેને કાચા કામના કેદી તરીકે સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો હતો. નવી જેલ સર્કલ-2ની બેરેકમાં રાખવામાં આવેલા દર્શકકુમારે વહેલી સવારે બાથરૂમની બારીના લોખંડના સળિયા સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જેલ સ્ટાફની નજરે આ બાબત પડતાં તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરાયા હતા. બે દિવસ પહેલાં પિતા સાથે થઈ હતી મુલાકાત જેલ સત્તાધીશો અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક દર્શકકુમાર જેલમાં આવ્યા બાદથી જ માનસિક તણાવમાં રહેતો હતો અને કોઈ કેદી સાથે વાતચીત કરતો નહોતો. આપઘાતના બે દિવસ પહેલાં જ તેના પિતા તેને મળવા માટે જેલમાં આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ડિપ્રેશનમાં આવીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે મેજિસ્ટ્રિયલ તપાસ સહિતની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુવતીના AI ફોટા બનાવી બદનામ કરતો જેતપુરનો શખ્સ સાયબર ક્રાઈમના સકંજામાં બીજી તરફ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગનો ગંભીર કિસ્સો સામે આવતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. પૂર્વ મિત્ર એવી યુવતી સાથે મનદુઃખ થતાં તેનો ફોટો AI ની મદદથી કોઈ અજાણી વ્યક્તિ સાથે જોડી, બિભત્સ રૂપ આપીને સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર આરોપી નિશાંત શરદભાઈ લખલાણી (રહે. વાસ્તુ રેસિડેન્સી, જેતપુર, રાજકોટ) ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના ચારિત્ર્યને સમાજમાં બદનામ કરવાના ઈરાદે સ્ટોરી પોસ્ટ કરી માનસિક ત્રાસ આપતો હતો. પોલીસે આરોપી સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિના પાવન પર્વે અમિત શાહે કર્યા દર્શન:રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ, માણસામાં કુળદેવીના આશીર્વાદ લીધા
    Next Article
    નામચીન દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ડેંડુ પર પોલીસ ફાયરિંગ:સાયલા નજીક ગુજસીટોકના આરોપીના ફાયરિંગ બાદ જવાબી કાર્યવાહી, પગમાં બે ગોળી ધરબતાં હોસ્પિટલમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment