Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સ્વ. ધીરુભાઈની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:81 લોકોએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ આપી, વરમોરા યુનિટ-૨ ખાતે આયોજન કરાયું

    9 hours ago

    મોરબીના સરતાનપર રોડ પર આવેલા વરમોરા યુનિટ-૨ ખાતે સ્વ. ધીરુભાઈ કેશવજીભાઈ સરાસવાડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ સંસ્કાર બ્લડ સેન્ટર-મોરબીના સહયોગથી યોજાયો હતો. તેમાં ૮૧ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને સદગત ધીરુભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાવેશભાઈ સરાસવાડિયા અને ભરતભાઈ સરાસવાડિયાએ પિતાના ઋણમાંથી મુક્ત થવા અને સમાજ માટે પ્રેરણાદાયી બનવાના હેતુથી આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. તેમણે એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવામાં વરમોરા ગ્રુપના ભાવેશભાઈ સરાસવાડિયા, ભરતભાઈ સરાસવાડિયા, ચિંતનભાઈ સતાપરા તેમજ પેંગ્વિન ગ્રુપના અરવિંદભાઈ, હિંમતભાઈ, હિતેશભાઈએ ખાસ સહયોગ આપ્યો હતો. વરમોરા ગ્રુપ યુનિટ-૨ ના તમામ યુવાનો અને કર્મચારીઓએ પણ મદદ કરી હતી. આ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામીજી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ સદગત ધીરુભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે આયોજકો, રક્તદાતાઓ તેમજ વરમોરા અને પેંગ્વિન ગ્રુપના તમામ યુવાનોનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દવાના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનું જાહેરમાં સરઘસ:ગળામાં 'હું નકલી પોલીસ છું'નું બોર્ડ અને સાઇકલ લટકાવી પોલીસે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું, ક્રાઈમ બ્રાન્ચના નામે ₹3.05 લાખની છેતરપિંડી
    Next Article
    NDTV Impact: Urgent Repairs Ordered On Key Bengaluru Stretch Facing Congestion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment