Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દવાના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનું જાહેરમાં સરઘસ:ગળામાં 'હું નકલી પોલીસ છું'નું બોર્ડ અને સાઇકલ લટકાવી પોલીસે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું, ક્રાઈમ બ્રાન્ચના નામે ₹3.05 લાખની છેતરપિંડી

    9 hours ago

    ભાવનગર શહેરમાં દવાના વેપારી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી હનીટ્રેપમાં ફસાવ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નામે ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવનાર ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં પકડાયેલા અને 5 દિવસના રિમાન્ડ પર રહેલા સુરતના બે આરોપીઓને સાથે રાખી પોલીસે દેસાઈનગર વિસ્તારમાં ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. પોલીસે બંને આરોપીઓના ગળામાં 'હું નકલી પોલીસ છું' લખાણવાળા બોર્ડ તથા સાઇકલ લટકાવીને ઘટનાસ્થળે ફેરવતાં લોકોના ભારે ટોળાં એકઠા થઈ ગયા હતા. ફેસબુક પર મિત્રતા કરી સાળંગપુર દર્શન માટે બોલાવ્યા આ બનાવ અંગેની વિગતો મુજબ ભાવનગરના એક મેડિકલ સ્ટોર સંચાલક-વેપારીને ફેસબુક પર એક મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. વેપારીએ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ મહિલાએ સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરતાં વેપારી પોતાની કારમાં તેને લઈને દર્શન કરવા ગયા હતા. સાળંગપુરથી પરત ફરી રહ્યા હતા ત્યારે અન્ય એક કારમાં આવેલા શખ્સોએ વેપારીની કાર આંતરી હતી. પોતાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે ઓળખાવી વેપારી ડ્રગ્સ-ગાંજાની હેરાફેરી કરે છે અને યુવતીનું અપહરણ કરી ભગાડી જાય છે તેવા ગંભીર આરોપો લગાવી કેસ ન કરવા પેટે ₹7 થી 8 લાખની માંગણી કરી હતી. અંતે ડરેલા વેપારી પાસેથી બળજબરીપૂર્વક ₹3.05 લાખ પડાવી લીધા હતા. LCBએ વર્ના કાર સાથે મહિલા સહિત 3 આરોપીઓને દબોચ્યા છેતરાયાનો અહેસાસ થતાં વેપારીએ 14 સપ્ટેમ્બરના રોજ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમી આધારે તપાસ હાથ ધરી શહેરના ફુલસર સ્વામિનારાયણ મંદિર પાછળથી વેરના કાર સાથે ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઈ લાઠીયા (રહે. કામરેજ-સુરત, મૂળ ચલાલા), રાજેશ ભીખાભાઈ કાથરોટીયા (રહે. કામરેજ-સુરત, મૂળ ચલાલા) અને ફુલસરની વિલાસબેન બિપિનભાઈ પુરાણીને ઝડપી પાડ્યા હતા. બોરતળાવ પોલીસે ત્રણેયને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દેસાઈનગર HDFC બેંક પાસે રી-કન્સ્ટ્રક્શન કરાયું પોલીસ કસ્ટડી દરમિયાન આજે બોરતળાવ પોલીસની ટીમે રિમાન્ડ પર રહેલા ઘનશ્યામ લાઠીયા અને રાજેશ કાથરોટીયાને દેસાઈનગર વિસ્તારમાં આવેલી એચડીએફસી (HDFC) બેંક પાસે લઈ જઈ આખા ગુનાનું ક્રાઈમ સીન રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બંને આરોપીઓના ગળામાં 'હું નકલી પોલીસ છું' નું પોસ્ટર અને સાઇકલ લટકાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કવાયત જોવા માટે સ્થાનિક લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે સાગરીતો રમેશ ઉર્ફે કાનો સાગરકા (રહે. પાદરડી, જૂનાગઢ) અને નિકુંજ સોલંકી (રહે. સુરત) હજુ ફરાર હોવાથી પોલીસે તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દાંડીની શાળામાં ચિત્રકામ-વકૃત્વ સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓએ સ્વચ્છતા, જળ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો; 'વિકસિત ભારત-2047'નો સંકલ્પ દોહરાવ્યો
    Next Article
    મોરબીમાં સ્વ. ધીરુભાઈની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:81 લોકોએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ આપી, વરમોરા યુનિટ-૨ ખાતે આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment