Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:બોડકદેવમાં આવેલા પંચરત્ન ફ્લેટના સભ્યો ગરબે ઘુમ્યા, પરિસરમાં રંગબેરંગી રોશની ઝગમગી ઊઠ્યું

    9 hours ago

    અમદાવાદના પશ્ચિમ વિસ્તાર બોડકદેવ સ્થિત પંચરત્ન ફ્લેટ ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન દરમિયાન સોસાયટીનું સમગ્ર પરિસર રંગબેરંગી રોશની, ફૂલોની સજાવટ અને ટ્રેડિશનલ શણગારથી ઝગમગી ઊઠ્યું હતું. આ ગરબા મહોત્સવમાં સોસાયટીના તમામ રહાશોએ પરંપરાગત ચણિયાચોળી અને કેડિયા જેવા રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો. માતાજીની આરતી અને સ્તુતિ બાદ શરૂ થયેલા ગરબામાં નાના બાળકોથી લઈને મોટેરાઓ અને સિનિયર સિટીઝન્સ પણ ઢોલના તાલે અને ગરબાના સૂર પર મન મૂકીને ઝૂમી ઊઠ્યા હતા. સોસાયટીના સભ્યો વચ્ચે એકતા, ભાઇચારો અને ઉત્સવનો કલ્લોલ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા ઉત્કૃષ્ટ ગરબા રમતા ખેલૈયાઓ તેમજ બેસ્ટ ડ્રેસિંગ માટે નાના બાળકો અને સોસાયટીના સભ્યોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે પંચરત્ન ફ્લેટની કમિટીના સભ્યો તથા તમામ રહાશોએ ભારે જહમત ઉઠાવી હતી. અંતમાં, મા અંબાની મહાઆરતી અને પ્રસાદ વિતરણ સાથે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે સોસાયટીના તમામ લોકોએ એકસાથે મળીને તહેવારની ઉજવણીનો આનંદ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદી જ માસ્ટરમાઇન્ડ નિકળ્યો:રાજકોટનાં પડધરીમાં લૂંટની ખોટી કહાની ઘડી પોતાનું દેવું ચૂકવવા રચ્યું હતું તરકટ; જેતપુરમાં થયેલ સોલર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો
    Next Article
    સાબરકાંઠામાં આદિજાતિ વિકાસ માટે 1,083 કામોનું આયોજન કરાયું:પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં હિંમતનગરમાં સમીક્ષા બેઠક;ગુજરાત પેટર્ન હેઠળ ₹3,836.09 લાખની જોગવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment