Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં આદિજાતિ વિકાસ માટે 1,083 કામોનું આયોજન કરાયું:પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં હિંમતનગરમાં સમીક્ષા બેઠક;ગુજરાત પેટર્ન હેઠળ ₹3,836.09 લાખની જોગવાઈ

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પેટર્ન 2026-27 અંતર્ગત આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે 1,083 કામોનું આયોજન કરાયું છે. આ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે ₹3,836.09 લાખની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ બેઠક થકી આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. પાયાની સુવિધાઓ અને વિકાસકાર્યો ઝડપથી પૂરા કરવા સૂચના બેઠક દરમિયાન આદિજાતિ વિસ્તારોમાં વિવિધ વિકાસકામોના સુચારુ આયોજન અને સમયસર અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઝડપથી પહોંચે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રભારી મંત્રીએ નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામો પૂરા કરવા અને યોજનાઓનો લાભ છેવાડાના પાત્ર લોકોને મળે તે માટે પરસ્પર સંકલન જાળવીને કામ કરવા સૂચના આપી હતી. સ્થાનિક જરૂરિયાતો ધ્યાને લઈ અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નિર્ણય મંત્રીએ સ્થાનિક લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને વિકાસ કાર્યોને આગળ ધપાવવાની બાબત પર પણ ભાર મુક્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્યો રમણલાલ વોરા અને તુષાર ચૌધરી તેમજ પૂર્વ સાંસદ રમીલાબેન બારા હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ અને પ્રયોજના વહીવટદાર વિશાલ સક્સેના સહિત વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બોડકદેવમાં આવેલા પંચરત્ન ફ્લેટના સભ્યો ગરબે ઘુમ્યા, પરિસરમાં રંગબેરંગી રોશની ઝગમગી ઊઠ્યું
    Next Article
    ગોધરાના વટલાવ ગામમાં પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ:સાંસદો અને ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment