Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદી જ માસ્ટરમાઇન્ડ નિકળ્યો:રાજકોટનાં પડધરીમાં લૂંટની ખોટી કહાની ઘડી પોતાનું દેવું ચૂકવવા રચ્યું હતું તરકટ; જેતપુરમાં થયેલ સોલર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો

    8 hours ago

    રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા પડધરીના ઈશ્વરિયાથી ન્યારા ગામ તરફ જવાના રસ્તે થયેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે ફરિયાદીએ પોતાની સાથે લૂંટ થઈ હોવાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી, તે પોતે જ આ સમગ્ર પ્રકરણનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ન્યારા ગામના ફરિયાદી મોતીભાઈ હેમંત ચાવડિયાને આર્થિક ભીંસ અને દેવું થઈ ગયું હતું, અને આ વાત પરિવારને કહેવાનો ડર લાગતો હોવાથી તેમણે લૂંટનું આખું તરકટ રચ્યું હતું. તેમણે અગાઉ જ ચાંદીનું કડું અને વીંટી રાજકોટ સોની બજારમાં વેચી દીધા હતા અને લેણદારોને રૂપિયા 56,000 ચૂકવી દીધા હતા. SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, શરૂઆતમાં રોકડા રૂ. 9,800, ચાંદીનું કડું અને વીંટી સહિત કુલ રૂ. 72,300 ની લૂંટ તથા કારનો કાચ તોડી રૂપિયા 8,000 નું નુકસાન કર્યાની ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય LCBએ CCTV ફૂટેજ, ટેકનિકલ તપાસ અને હ્યુમન સોર્સની મદદથી સઘન પૂછતાછ કરી આ જૂઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. આરોપીએ દેવું ચૂકવવા માટે જ લૂંટની બનાવટી કહાની ઊભી કરી હતી, પરંતુ પોલીસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારિત ઊંડાણપૂર્વકની તપાસના કારણે આખો મામલો બહાર આવી ગયો અને પોલીસે ચાંદીનું કડું તથા વીંટી સહિત કુલ રૂ. 62,500 નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુરમાં થયેલ સોલર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓ સકંજામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અપરાધ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના ભાગરૂપે જેતપુર તાલુકામાં સોલર પ્લાન્ટ બનાવતી કંપનીમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સ્થાનિક અપરાધ શાખા (LCB)ને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર પંથકમાં આવેલા સોલર પ્લાન્ટમાં થોડા સમય પહેલાં તસ્કરોએ ત્રાટકીને કિંમતી સામાનની ચોરી કરી હતી. આ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય LCBની ટીમ દ્વારા ટેક્નોલોજી અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોરીને અંજામ આપનાર કુલ 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સોલર પ્લાન્ટના 16 નંગ સાધનો સહિત કુલ રૂ. 21.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપતા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓને અટકાવવા અને ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ સતત સક્રિય છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી સોલર પ્લાન્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે અને અન્ય સંડોવાયેલા શખ્સો વિશે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જામકંડોરણાના ચિત્રાવડ ગામે પતિએ દારૂ ઢોળાઈ જતાં પત્નીને એસીડ પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો જામકંડોરણાના ચિત્રાવડ ગામે દારૂની બોટલ ઢોળાઈ જવાની શંકામાં એક પતિએ પોતાની 30 વર્ષીય પત્ની પર જીવલેણ હુમલો કરી એસીડ પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી પતિ મોડી રાત્રે દારૂની બોટલ સાથે ઘરે આવ્યો હતો. સવારે જાગીને દારૂ ઢોળાયેલો જોતા તેણે પત્ની પર શંકા કરી ઉશ્કેરાઈને બેફામ મારમાર્યો હતો. આ પછી પત્નીને ઢસડીને બાથરૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક એસીડ પીવડાવી દીધું હતું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ પરિણીતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે નિકીતાબાની ફરિયાદના આધારે રાક્ષસી પતિ યુવરાજસિંહ સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અભિજીત દીપકે-નેહા બોરા કસ્ટડીમાં, તિરંગો લહેરાવવાથી રોકવામાં આવ્યા:CJP ફાઉન્ડર 6 દિવસમાં બીજી વખત ડિટેઇન; મમતા બોલ્યાં- આ અઘોષિત ઇમરજન્સી છે
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બોડકદેવમાં આવેલા પંચરત્ન ફ્લેટના સભ્યો ગરબે ઘુમ્યા, પરિસરમાં રંગબેરંગી રોશની ઝગમગી ઊઠ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment