Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉથની ઓડિયન્સને રીઝવવા રણબીર કપૂર કન્નડ શીખ્યો!:'રામાયણ'ની ઇવેન્ટમાં યશને 'બોસ' કહ્યો; 'જય શ્રી રામ' સાથે ભાષણની શરૂઆત

    10 hours ago

    નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'રામાયણ'ના બીજા ટ્રેલર લોન્ચની કર્નાટકના બેંગલુરુમાં ઇવેન્ટ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રણબીર કપૂરે 'જય શ્રી રામ'ના નારા સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું અને કન્નડ ભાષામાં બોલીને ત્યાં હાજર લોકોનું સન્માન કર્યું. રણબીરે સાઉથના સુપરસ્ટાર યશને 'યશ બોસ' કહીને સંબોધ્યો. ઇવેન્ટમાં રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી, રવિ દુબે, રકુલ પ્રીત સિંહ અને ડિરેક્ટર નિતેશ તિવારી હાજર રહ્યા હતા. રણબીરે કન્નડમાં વાત કરી, ઓછું શીખવા બદલ માફી માંગી ઇવેન્ટમાં જ્યારે રણબીર કપૂર સ્ટેજ પર પહોંચ્યો, ત્યારે તેણે 'જય શ્રી રામ' બોલીને પોતાના ભાષણની શરૂઆત કરી અને ત્યારબાદ કન્નડ ભાષામાં બોલવાનું શરૂ કર્યું. થોડી કન્નડ બોલ્યા બાદ તેણે સ્મિત સાથે હાજર લોકો પાસે માફી પણ માંગી. રણબીરે પોતાના અંદાજમાં કહ્યું કે, આ વખતે તે આટલી જ ભાષા શીખીને આવી શક્યો છે અને આગલી વખતે ‘યશ બોસ’ પાસેથી થોડી વધુ કન્નડ શીખીને આવશે. યશે ચાહકોને એકજૂટ થવા કહ્યું પોતાના સંબોધન દરમિયાન એક્ટર યશે લોકોને પરસ્પર ભેદભાવ ભૂલીને એકજૂટ થવાની અપીલ કરી. તેણે કહ્યું કે, 'જો આપણે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની જેમ એકબીજા સાથે જ લડતા રહીશું, તો દુનિયાનો ક્યારેય સામનો કરી શકીશું નહીં.' યશે કન્નડભાષીઓ અને સમગ્ર દક્ષિણ ભારતના દર્શકોને ‘રામાયણ’ ફિલ્મનું સમર્થન કરવાનો આગ્રહ કરતાં કહ્યું કે, 'જ્યારે નીતિ યોગ્ય હોય, ત્યારે સૌએ સાથે ઊભા રહેવું જોઈએ.' ભારતીય સંસ્કૃતિમાં ભગવાન રામના મહત્ત્વ વિશે વાત કરતાં તેણે લોકોને આ પૌરાણિક ગાથા મોટા પડદા પર જોવાનો આગ્રહ કર્યો. જુઓ રામાયણના બીજા ટ્રેલરની ઝલક … પહેલો ભાગ 5 નવેમ્બરે રિલીઝ થશે નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 'રામાયણ' બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો પહેલો ભાગ 5 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે. પહેલા ભાગમાં ભગવાન રામ અને રાવણની વાર્તાઓ અલગ-અલગ આગળ વધશે, જેના કારણે આ ભાગમાં બંનેનો સામનો નહીં થાય. જ્યારે, બંને વચ્ચે થનારા ઐતિહાસિક યુદ્ધના દૃશ્યો આવતા વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થનારા બીજા ભાગમાં બતાવવામાં આવશે. , રામાયણ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ₹4,000 કરોડની 'રામાયણ'માં ભેદભાવ!:ટ્રેલરમાં હિન્દી દર્શકોને પીરસી ખીચડી પણ અંગ્રેજી ઓડિયન્સ માટે પનીર પુલાવ; ભારતમાં રામ, વિદેશમાં રાવણના ગુણગાન બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને સાઉથ સ્ટાર યશ સ્ટારર ફિલ્મ 'રામાયણ'ના ગુરુવારે બે અલગ અલગ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યા. ભારતીય દર્શકોને સાદી ખીચડી પીરસવામાં આવી, તો વિદેશી દર્શકોને મસાલેદાર પનીર પુલાવ! ફિલ્મના બંને ટ્રેલરને જોઈને દર્શકો આ લાગણી અનુભવી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 413 પોઇન્ટ વધીને 74,729 પર બંધ:નિફ્ટીમાં 148 અંકની તેજી; આઈટી અને મીડિયા શેરોમાં સૌથી વધુ ખરીદી
    Next Article
    સાઉદી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ 20 ઓક્ટોબર સુધી કેન્સલ:હુમલાઓ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે દૂતાવાસનો વીડિયો મેસેજ; રિયાધ એરપોર્ટ પર એટેકમાં ભારતીયનું મોત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment