Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેરોજગાર યુવાનોની ઉગ્ર લડતની ચીમકી:ગાંધીનગરમાં વીજ કંપનીઓમાં કાયમી ભરતી, જગ્યાઓ વધારવાની માગ સાથે ઉમેદવારોના ધરણાં પ્રદર્શન

    9 hours ago

    રાજ્યના ઉર્જા વિભાગ અને વીજ કંપનીઓમાં લાંબા સમયથી ચાલી રહેલી ભરતી પ્રક્રિયા સામે બેરોજગાર યુવાનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા ઉમેદવારોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને વીજ વિભાગ, જેટકો અને ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડમાં જગ્યાઓ વધારીને તાત્કાલિક કાયમી ભરતી કરવાની માગણી કરી છે. 12 હજાર જગ્યાઓ પર ભરતી કરવાની મોટી જાહેરાત સરકાર દ્વારા અગાઉ આશરે 12 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેની સામે માત્ર 800 જેટલા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવતા યુવાનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. UGVCLમાં વિદ્યુત સહાયક માટે આશરે 6,600 ઉમેદવારોએ પોલ ટેસ્ટ આપ્યો હતો. જેમાંથી 4,892 ઉમેદવાર લેખિત પરીક્ષામાં સફળ થયા છે. આમ છતાં તાજેતરમાં બહાર પડાયેલા પ્રથમ રાઉન્ડમાં 183 અને બીજા રાઉન્ડમાં 114 મળીને માત્ર 297 ઉમેદવારનો જ સમાવેશ કરાતા સફળ થયેલા ઉમેદવારો રઝળી પડ્યા છે. 1500થી વધુ જગ્યાઓ પર કાયમી નિયુક્તિની માગ ઉમેદવારોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, જેટકો અને UGVCLમાં વિદ્યુત સહાયક તથા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે અને મંજૂર મહેકમ મુજબ ઓછામાં ઓછી 1500થી વધુ જગ્યાઓ પર કાયમી નિયુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત વીજ ક્ષેત્રે ચાલી રહેલી આઉટસોર્સિંગ અને FRT પ્રથા સંપૂર્ણપણે બંધ કરીને પારદર્શક રીતે કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને તમામ 6 રાઉન્ડ પૂર્ણ કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉમેદવાર જયેશ જોશીએ જણાવ્યું હતું કે, અમે લાંબા સમયથી સખત મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરી છે. વારંવાર રજૂઆતો અને આવેદનપત્રો આપવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી જો સરકાર વીજ કંપનીઓમાં યોગ્ય સંખ્યામાં કાયમી જગ્યાઓ નહીં ભરે અને ઉમેદવારોને ન્યાય નહીં આપે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચકચારી લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો:રાજકોટ પોલીસની 10-15 ટીમોએ 3-4 જિલ્લા અને 2 રાજ્યોની પોલીસની મદદથી 9 કલાકમાં 10 આરોપીને ઝડપી પાડ્યા, શૂઝ અને સીટ-કવરમાં છુપાવ્યું તું સોનું
    Next Article
    સેન્સેક્સ 413 પોઇન્ટ વધીને 74,729 પર બંધ:નિફ્ટીમાં 148 અંકની તેજી; આઈટી અને મીડિયા શેરોમાં સૌથી વધુ ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment