Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત:સુરતમાં જ પાટીદાર સમાજના બે ખોડલધા; મુકેશ પટેલે કહ્યું-કોઈના બાપુજીની પેઢી નથી, નરેશ પટેલને આવવું હોય તો આવે

    13 hours ago

    સૌરાષ્ટ્રના કાગવડ ખોડલધામ બાદ સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જ સુરતમાં બીજા ખોડલધામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. નવા નિર્માણ પામનારા આ ધાર્મિક સંકુલને અન્નપૂર્ણા ખોડલધામ નામ આપવામાં આવ્યું છે. અગાઉ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પણ સુરતના અંત્રોલીમાં ખોડલધામ બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ સાથે સુરતમાં પાટીદાર સમાજના બે ખોડલધામ બનશે, એક અંત્રોલીમાં અને બીજું વરાછામાં. વરાછામાં ખોડલધામના નિર્માણની જાહેરાત થતાં જ સુરત સહિત ગુજરાતના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે જાણીતા અગ્રણી મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ આ સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી સંભાળશે. તેમની સાથે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ ખભેખભા મિલાવીને જોડાયા છે. શેરી ઓટલો નવરાત્રી મહોત્સવના મંચ પરથી સત્તાવાર જાહેરાત મોટા વરાછા ખાતે આયોજિત ભવ્ય શેરી ઓટલો નવરાત્રી મહોત્સવ દરમિયાન હજારો ખેલૈયાઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. ગરબાના રંગેચંગે ચાલી રહેલા આયોજન વચ્ચે મંચ પરથી અન્નપૂર્ણા ખોડલધામની સત્તાવાર ઘોષણા કરવામાં આવતા જ સમગ્ર ગ્રાઉન્ડ 'જય ખોડિયાર'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સમાજના લોકો સમક્ષ ભાવિ અન્નપૂર્ણા ખોડલધામની એક વિશેષ ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. ખોડલધામ હોય કે અન્નપૂર્ણા ધામ, કોઈના બાપુજીની પેઢી નથી, નરેશ પટેલને આવવું હોય તો આવે... વેલકમ ઉદ્યોગપતિ મુકેશ પટેલે જાહેરાત કરતાં જણાવ્યું કે, ખોડલધામ હોય કે અન્નપૂર્ણા ધામ, આ સંસ્થાઓ સમાજના હિત માટે છે અને કોઈના બાપુજીની પેઢી નથી. લેવા પટેલ સમાજમાં જન્મેલા હોવાના નાતે સમાજના અગ્રણીઓ સાથે મળીને કરેલા સર્વેક્ષણમાં જણાયું કે પાટીદાર યુવાનો ભાગ્યે જ કોઈની સામે હાથ લંબાવે છે, તેમ છતાં તેમની મજબૂરીઓને સમજીને સમાજના ઉત્થાન માટે એક આસ્થાનું કેન્દ્ર બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો. કાગવડમાં આવેલું ખોડલધામ જ્યાં કુળદેવી ખોડિયાર માતાજીનું પવિત્ર મંદિર છે, તે સમાજનું ગૌરવ છે. જોકે, છેલ્લા 15 વર્ષથી ત્યાં ખોડલધામ બન્યું હોવાથી અહીંના પાટીદારોએ સાથે મળીને અન્નપૂર્ણા ધામ બનાવવાનો સંકલ્પ કર્યો, જેથી સમાજના યુવાનો અને ભક્તોને સહાયરૂપ આસ્થાનું કેન્દ્ર મળી રહે, તેથી આવા સત્કાર્યમાં કશું પણ અયોગ્ય નથી. સુરતમાં વસતા આશરે 25 લાખ જેટલા પાટીદારો અને ખાસ કરીને લેઉવા પટેલ સમાજ માટે એક ભવ્ય આસ્થાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સુરતના વેલંજા ખાતે 150 વીઘા જેટલી વિશાળ જમીનમાં ‘શ્રી અન્નપૂર્ણા ખોડલધામ’નું નિર્માણ કરાશે. સુરતમાં ઉમિયાધામનાં 6 મંદિરો છે, પરંતુ લેઉવા પટેલ સમાજ માટે કોઈ મુખ્ય આસ્થાનું કેન્દ્ર ન હોવાથી સમાજના 10-15 અગ્રણી ઉદ્યોગપતિઓએ એકઠા થઈ લોકોની જરૂરિયાતો અને પીડા સમજીને આ સંકલ્પ લીધો છે. જયંતીભાઈ એકલારા આ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને હાલ મંદિર માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે, જે પૂર્ણ થતાં જ તેની સત્તાવાર જાહેરાત કરાશે. વધુમાં મુકેશ પટેલે ઉમેર્યું કે, સંસ્થા સાથે જોડાયેલા તમામ અગ્રણીઓ રાજકારણથી પર રહીને માત્ર સેવાભાવથી કાર્યરત છે. પાટીદાર સમાજ મૂળ ખેડૂતપુત્ર હોવાથી અન્નની દેવી મા અન્નપૂર્ણાના આશીર્વાદ સાથે આ ધામનું નામ ‘અન્નપૂર્ણા ખોડલધામ’ રાખવામાં આવ્યું છે. આ સંકુલ માત્ર પૂજા-અર્ચના પૂરતું સીમિત ન રહેતાં, સરદાર પટેલ એકેડેમી ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. જેમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મહિલા સશક્તિકરણ અંતર્ગત રોજગારી અને ગામડાંના વડીલોની સેવા જેવા કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવશે. મુકેશ પટેલે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ખોડલધામના નરેશ પટેલ સાથે કોઈ વિવાદ ધરાવતા નથી અને જો તેઓ અન્નપૂર્ણા ખોડલધામમાં આવવા માંગતા હોય તો તેમનું હૃદયપૂર્વક સ્વાગત છે. વરાછામાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું કે, વરાછા વિસ્તારમાં અન્નપૂર્ણા ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે, જે માટે જમીનની વ્યવસ્થા પણ પ્રગતિ હેઠળ છે. આ સમગ્ર આયોજનમાં સમાજના અગ્રણીઓ મુકેશ પટેલ અને જયંતી એકલારા સહિતના આગેવાનો સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ નવા ખોડલધામ પરિસરનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો અને સમાજના વડીલો તથા વયોવૃદ્ધોની સુવિધા અને સેવા માટે વિવિધ કાર્યોનું આયોજન કરવાનો છે. હાલ સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર થઈ રહી છે અને આગળની વિગતો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કાગવડ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના નિવેદન વચ્ચે સુરતમાં નવો વળાંક ઉલ્લેખનીય છે કે, સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને અગાઉ પણ ભારે ચર્ચાઓ છેડાઈ હતી. તે સમયે કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે સુરતમાં ખોડલધામ બનાવવાની વાત કરી હતી. જોકે, લાંબા સમય બાદ હવે પાટીદાર અગ્રણીઓ મુકેશ પટેલ અને જયંતિ એકલારાએ અન્નપૂર્ણા ખોડલધામના નામે પ્રોજેક્ટની સત્તાવાર ઘોષણા કરીને સુરતના ધાર્મિક ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડી દીધો છે. આવનારા દિવસોમાં આ સંકુલ માટે જમીન અને ભૂમિપૂજન સહિતની વધુ રૂપરેખા જાહેર કરવામાં આવશે. 5 મહિના પહેલા કાગવડ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી હતી આજથી 5 મહિના પહેલા 6ઠ્ઠી મેંના દિવસે સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કાગવડ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે સુરતમાં ખોડલધામ બનાવવાની જાહેરાત કરી હતી.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સુરત ખોડલધામ માટે અંત્રોલી વિસ્તારમાં 40 વીઘા કરતાં પણ વધારે જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું છે. આ સંકુલના નિર્માણ કાર્ય અંગેની ટાઈમલાઈન આપતા નરેશ પટેલે ત્યારે જણાવ્યું હતું કે, આસો નવરાત્રિની આસપાસ આ પવિત્ર ભૂમિ પર વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવશે અને નવરાત્રિ પૂર્ણ થયા બાદ સંકુલના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવાશે. જો કે હવે વરાછામાં નિર્માણ પામનારા ખોડલધામની જાહેરાત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પતિની સાપ કરડાવી હત્યા કરનાર રવિતાને મોતની સજા:બોયફ્રેન્ડને પણ ફાંસી થશે, મેરઠ કોર્ટે 3 દિવસમાં 4 દોષિતોને મોતની સજા સંભળાવી
    Next Article
    નિકોલમાં રૂ.4500ના ભાડે મકાન રાખી ભાડુઆતે પચાવી પાડ્યું:જાન્યુઆરી 2024થી ભાડું ચૂકવવાનું બંધ કરી મકાન ખાલી કરવાની ના પાડી દીધી ​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment