Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિની સાપ કરડાવી હત્યા કરનાર રવિતાને મોતની સજા:બોયફ્રેન્ડને પણ ફાંસી થશે, મેરઠ કોર્ટે 3 દિવસમાં 4 દોષિતોને મોતની સજા સંભળાવી

    7 hours ago

    પતિની હત્યા કરીને સાપ કરડાવીને તેની હત્યા કરનાર રવિતા અને તેના પ્રેમી અમરદીપને ઘટનાના 547 દિવસ બાદ મેરઠ જિલ્લા કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. શુક્રવારે સજા સંભળાવતાં પહેલાં કોર્ટે રવિતા અને અમરદીપનો પક્ષ વીડિયો કોન્ફરન્સિંગથી સાંભળ્યો. જજે બંનેને પૂછ્યું- તમને બંનેને હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા છે. તમે કઈ સજા ઇચ્છો છો? રવિતાએ કહ્યું- મારાં 3 નાનાં-નાનાં બાળકો છે. તેમનું ધ્યાન રાખવામાં આવે. ત્યાર બાદ તે ચૂપ થઈ ગઈ. ત્યાર બાદ અમરદીપે કહ્યું- મારાં માતા-પિતા વૃદ્ધ છે. તેમની સેવા કરનાર કોઈ નથી. તેમની દેખભાળમાં કોઈ કમી ન રહે. આ પછી બંને ફાટી-ફાટીને રડવા લાગ્યા. ACJM-12 જયવીર સિંહ નાગરે બ્લૂ ડ્રમ હત્યાકાંડનું નામ લીધા વગર કહ્યું કે, 'માત્ર કાપી નાખવું જ જઘન્ય અપરાધ નથી.' જજે ચુકાદામાં સતી સાવિત્રીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'પતિની લાંબી આયુ માટે પત્ની કરવાચોથનું વ્રત રાખે છે, પરંતુ અહીં પ્રેમી સાથે આ કૃત્ય કર્યું જે માફીને લાયક નથી.' જજે તેને રેરેસ્ટ ઓફ રેર માન્યું. મેરઠ કોર્ટે છેલ્લા 3 દિવસમાં 4 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ પહેલાં 14 ઓક્ટોબરે બ્લૂ ડ્રમવાળી મુસ્કાન અને તેના સાહિલને ફાંસીની સજા સંભળાવી હતી. સૌરભ રાજપૂતના ભાઈ રાહુલ અને તેમની માતા રેણુ દેવી પણ કોર્ટ પહોંચ્યા હતા. 17 એપ્રિલ, 2025ની રાત્રે રવિતાએ અમરદીપ સાથે મળીને પતિ અમિત કશ્યપની ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી સાપ કરડવાથી મૃત્યુ થયું છે તેવું બતાવવા માટે પલંગ પર સાપ છોડી દીધો હતો. હત્યાના 60 દિવસ પછી પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી. એસીજેએમ જયવીર સિંહ નાગરની કોર્ટમાં 551 દિવસમાં 87 તારીખો અને 12 કરતાં વધુ સાક્ષીઓના નિવેદનો થયા. 7 ઓક્ટોબરે કોર્ટે રવિતા અને અમરદીપને દોષિત જાહેર કરી દીધા.
    Click here to Read More
    Previous Article
    ઘરમાં ખુશીઓ લાવનારી વહુને જ ડાકણ સમજીએ તો!:યામી ગૌતમની 'નઈ નવેલી'માં હૉરર-કોમેડીનો તડકો, રાવણ અને રામાયણ સાથે છે ખાસ કનેક્શન
    Next Article
    નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત:સુરતમાં જ પાટીદાર સમાજના બે ખોડલધા; મુકેશ પટેલે કહ્યું-કોઈના બાપુજીની પેઢી નથી, નરેશ પટેલને આવવું હોય તો આવે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment