Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરમાં ખુશીઓ લાવનારી વહુને જ ડાકણ સમજીએ તો!:યામી ગૌતમની 'નઈ નવેલી'માં હૉરર-કોમેડીનો તડકો, રાવણ અને રામાયણ સાથે છે ખાસ કનેક્શન

    6 hours ago

    ઘરમાં પગ મૂકતાં જ ખુશીઓ ફેલાવતી વહુને જો અચાનક ડાકણ જાહેર કરી દેવામાં આવે, તો સમજી લો કે મામલો માત્ર સાસુ-વહુની નોકઝોકનો નથી! યામી ગૌતમ ધરની ‘નઈ નવેલી’માં સંબંધોની ખટપટ છે, શંકાના રમૂજી કિસ્સા છે, ડરાવવાનો પ્રયાસ છે અને પછી ખુલે છે રામાયણકાળ સાથે જોડાયેલું એવું રહસ્ય, જે વાર્તાને સીધી રાવણ સુધી લઈ જાય છે. વિચારમાં દમ છે, પરંતુ શું ફિલ્મ અંત સુધી પોતાનો જાદુ જાળવી રાખી શકે છે? આ ફિલ્મની લંબાઈ 2 કલાક 18 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર રેટિંગ આપ્યું છે. વાર્તા: જ્યારે વહુની ભલાઈ જ શંકાનું કારણ બની ગઈ ઉત્તરપ્રદેશના મેરઠના એક એવા પરિવારમાં મોહિની (યામી ગૌતમ ધર)નું આગમન થાય છે, જ્યાં સંબંધોમાં ગૂંચવણો છે અને ઘરનું વાતાવરણ કંઈ ખાસ ખુશનુમા નથી. મોહિની પોતાની સમજદારી અને આત્મીયતાથી સૌના દિલ જીતવા લાગે છે. પરંતુ દેવર બંટૂ (અનુરાગ ઠાકુર)ને તેની ભલાઈ કંઈક વધુ જ રહસ્યમય લાગે છે. તેને શંકા છે કે, ભાભીના સીધાસાદા ચહેરા પાછળ કોઈ ખતરનાક રહસ્ય છુપાયેલું છે- ક્યાંક તે ડાકણ તો નથી ને! આ તરફ, પતિ રાજા (આદિનાથ એમ. કોઠારે) સાથે જોડાયેલા રહસ્યોની પરતો ખુલતી જાય છે અને મામલો ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને પૌરાણિક રહસ્યો સુધી પહોંચી જાય છે. રાવણ, મંદોદરી અને ભગવાન રામના સંદર્ભો સાથે ફિલ્મ ત્રેતા યુગની કથાને આજના સમય સાથે જોડવાનો પ્રયાસ કરે છે. વાર્તામાં કાલ શીલ પથ્થર, રાજાની જન્મનક્ષત્ર સાથે જોડાયેલી માન્યતાઓ અને રાવણના પુનરાગમનની ઇચ્છા રાખતી અંધારી શક્તિઓ પણ છે. એટલે કે શરૂઆત ઘરની વહુ પરની શંકાથી થાય છે, પરંતુ આગળ પ્રશ્ન ઊભો થાય છે- આ પરિવારનો આખરે રામાયણ કાળ સાથે શું સંબંધ છે? એક્ટિંગ: યામીનું રહસ્ય, અનુરાગની કોમેડી યામી ગૌતમ ધર મોહિનીના પાત્રમાં સંયમ અને રહસ્યનું સુંદર સંતુલન જાળવે છે. તેના ચહેરાની શાંતિ પણ ઘણી વાર પ્રશ્નો ઊભા કરે છે. તે પાત્રને ગંભીરતાથી ભજવે છે, પરંતુ સ્ક્રિપ્ટ તેને પૂરતી તક આપતી નથી, જેના કારણે તેનો અભિનય વધુ ખીલી શક્યો હોત. અનુરાગ ઠાકુર ફિલ્મનું કોમેડી એન્જિન છે. બંટુની શંકા, તેની હરકતો અને ભાભીને લઈને તેની થિયરી ઘણી જગ્યાએ હસાવે છે. લક્ષ્મણ રેખાવાળો સિક્વન્સ ખાસ્સો મજેદાર બને છે. આદિનાથ એમ. કોઠારે ભાવનાત્મક દૃશ્યોમાં ઠીક છે, પરંતુ કેટલીક જગ્યાએ ગુસ્સો અને બૂમો પાડવાની તેની શૈલી પુનરાવર્તિત લાગવા લાગે છે. સુનીતા રાજવર, મીતા વશિષ્ઠ, સુષ્મિતા મુખર્જી, સોનલ ઝા, આદિત્ય કુલશ્રેષ્ઠ અને પ્રતીક પચૌરી સહિતના સહાયક કલાકારો પરિવારની દુનિયાને વિશ્વસનીય બનાવવામાં મદદ કરે છે. ડિરેક્શન અને ટેકનિકલ પાસું: શરૂઆતમાં ચટપટો તડકો, આગળ પૌરાણિક ગૂંચવણો ડિરેક્ટર બાલાજી મોહનની ફિલ્મનો પહેલો ભાગ સારી ગતિ પકડે છે. પારિવારિક ખેંચતાણ, બંટુનો સંદેહ અને મોહિનીના રહસ્યમય વર્તન વચ્ચે કોમેડી અને સસ્પેન્સનું સારું મિશ્રણ રચાય છે. ફિલ્મ મહિલાઓના આત્મવિશ્વાસ અને ઘરમાં તેમના સન્માનની વાતને પણ વાર્તામાં વણી લે છે- આ તેનું એક સારું પાસું છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે, જ્યારે બીજો ભાગ પૌરાણિક સંદર્ભો અને અલૌકિક શક્તિઓની દુનિયામાં વધુ પડતો ગૂંચવાઈ જાય છે. રાવણ અને રામાયણ સાથે જોડાયેલા વિચારો રસપ્રદ છે, પરંતુ તેમને વર્તમાન કથામાં વણવાના પ્રયત્નમાં પટકથા પોતાની પકડ ઢીલી કરી દે છે. હોરર-કોમેડીનું સંતુલન બગડી જાય છે અને જ્યાં ડર અનુભવાવો જોઈએ, ત્યાં ઘણી વાર માત્ર દૃશ્યનો ઘોંઘાટ સંભળાય છે. રાજાનું રાક્ષસી રૂપ, લાલ આંખો, અણીદાર દાંત અને લીલી નસો ડર પેદા કરવા માટે છે, પરંતુ કેટલાક દૃશ્યોમાં તેની અસર જરૂર કરતાં વધુ નાટકીય બની જાય છે. ફિલ્મનો કન્સેપ્ટ જેટલો અનોખો છે, તેટલી જ કસોટી તેની સ્ક્રીનપ્લેમાં હોત તો મજા બમણી થઈ શકતી હતી. મ્યુઝિક: ‘ફટા પટાખા’માં છે દમ જીવી પ્રકાશ કુમારે આ ફિલ્મથી હિન્દી સિનેમામાં સંગીતકાર તરીકે શરૂઆત કરી છે. તેમનું સંગીત ફિલ્મની રંગીન, અતરંગી દુનિયા સાથે સુસંગત લાગે છે. ‘ફટા પટાખા’ સૌથી વધુ ધ્યાન ખેંચે છે, જ્યારે બાકીનાં ગીતો વાર્તાથી બહાર નીકળ્યા બાદ લાંબા સમય સુધી યાદ રહેતાં નથી. બેકગ્રાઉન્ડ સ્કોર રહસ્યમય વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે. જોકે, માત્ર સંગીતના જોરે નબળાં પડતાં દૃશ્યોમાં જીવ લાવી શકાતો નથી. અંતિમ નિર્ણય: વહુનું રહસ્ય રસપ્રદ, પરંતુ જાદુ અધૂરું ‘નઈ નવેલી’નો વિચાર અનોખો છે અને યામી-અનુરાગની જોડી ઘણા મજેદાર પળો આપે છે. પરંતુ બીજા ભાગમાં પૌરાણિક ગૂંચવણો અને ઢીલી પટકથા વાર્તાની ગતિ રોકી દે છે. અનોખા કૉન્સેપ્ટ અને કેટલાક ચટપટા દૃશ્યો માટે ફિલ્મ જોઈ શકાય છે, બસ રામાયણ સાથે જોડાયેલા આ રહસ્ય પાસેથી ખૂબ વધારે અપેક્ષાઓ ન રાખશો.
    Click here to Read More
    Previous Article
    KG Draft Video
    Next Article
    પતિની સાપ કરડાવી હત્યા કરનાર રવિતાને મોતની સજા:બોયફ્રેન્ડને પણ ફાંસી થશે, મેરઠ કોર્ટે 3 દિવસમાં 4 દોષિતોને મોતની સજા સંભળાવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment