Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલમાં રૂ.4500ના ભાડે મકાન રાખી ભાડુઆતે પચાવી પાડ્યું:જાન્યુઆરી 2024થી ભાડું ચૂકવવાનું બંધ કરી મકાન ખાલી કરવાની ના પાડી દીધી ​

    8 hours ago

    ​નિકોલના સીંગરવા વિસ્તારમાં આવેલા અમરનાથપાર્કમાં મહિને રૂ. 4500ના ભાડે રાખેલું મકાન ખાલી ન કરી ગેરકાયદે કબ્જો જમાવી લેતાં માતા અને પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2024થી ભાડું ચૂકવવાનું બંધ કરી મકાન ખાલી કરવાની ના પાડી દીધી હતી. બાપુનગર ઇન્ડિયા કોલોનીમાં રહેતા જીતેન્દ્રકુમાર વસોયા સુમેલ-7માં ટૂલ્સનો વેપાર કરે છે. તેમને વર્ષ 2018માં સીંગરવા ખાતે આવેલું દસ્તાવેજથી ખરીદ્યું હતું. વર્ષ 2019માં આ મકાન શારદાબેન રમેશભાઇ રાવળને ભાડે આપ્યું હતું. વર્ષ 2019થી 2023 સુધી ભાડા કરાર કરી પરિવાર નિયમિત ભાડું ચૂકવતો હતો. જોકે, જાન્યુઆરી 2024થી શારદાબેન અને તેમના પુત્ર પિન્ટુભાઇ રાવળે ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું. મકાનમાલિકે રૂબરૂ જઈને બાકી ભાડું ચૂકવવા તેમજ મકાન ખાલી કરવા વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ બંનેએ મકાન ખાલી કરવાની ના પાડી ગેરકાયદે કબ્જો જાળવી રાખ્યો હતો. જેથી જિતેન્દ્રકુમારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ અરજી દાખલ કરી હતી. કલેક્ટર સમિતિ દ્વારા અભિપ્રાય આપવામાં આવતાં નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત:સુરતમાં જ પાટીદાર સમાજના બે ખોડલધા; મુકેશ પટેલે કહ્યું-કોઈના બાપુજીની પેઢી નથી, નરેશ પટેલને આવવું હોય તો આવે
    Next Article
    10 હજાર લોકોની ધર્મ પરિવર્તનની ચીમકી:રાજકોટ કલેક્ટર સમક્ષ 450 વર્ષ પૂર્વે મુઘલોનાં તાબે નહીં થયેલાના વંશજો સરકારની ઉપેક્ષાને કારણે OBC લાભથી વંચિત હોવાનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment