Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 હજાર લોકોની ધર્મ પરિવર્તનની ચીમકી:રાજકોટ કલેક્ટર સમક્ષ 450 વર્ષ પૂર્વે મુઘલોનાં તાબે નહીં થયેલાના વંશજો સરકારની ઉપેક્ષાને કારણે OBC લાભથી વંચિત હોવાનો દાવો

    8 hours ago

    450 વર્ષ પૂર્વે મુસ્લિમ આક્રમણકારો દ્વારા થયેલા હુમલાઓ વખતે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મના ફરજિયાત કન્વર્ટ કરવાનો પ્રયાસ છતાં મુઘલોનાં તાબે નહીં થયેલા 1 લાખ જેટલા લોકોના બાળકોને ઓબીસીના લાભો મળી રહ્યા ન હોવાથી આ મુદ્દે આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે એક રજૂઆત કરવામાં આવી હતી જેમાં આ પ્રકારના સમાજના લોકોને ઓબીસીનું પ્રમાણપત્ર આપવામાં નહીં આવે તો આગામી 28 ડિસેમ્બરમાં 10 હજાર લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એક્સ સર્વિસમેન અને લેખક જયંતીભાઈ આહીરે જણાવ્યું હતું કે, એક પીડિત શોષિત સમાજને લગતો મુદ્દો 450 વર્ષ જૂનો આ મુદ્દો છે. જ્યારે હિન્દુસ્તાનની અંદર મુસ્લિમ આક્રમણકારો આવ્યા અને જે અત્યારે હિન્દુસ્તાનના 100% મુસ્લિમોમાંથી 90% સનાતન હિન્દુ ધર્મથી કન્વર્ટ થયેલા મુસ્લિમો છે અને આ મુસ્લિમોનું જ્યારે આક્રમણ થતું અને જુલમ હતો ત્યારે એ વખતે અમારા સમાજના 23 વડવાઓ હતા તેમને પકડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે જોર જુલમ કરવામાં આવ્યો. તે વખતે એ લોકોએ ત્યારે કહ્યું હતું કે અમે મરશું કે જન્મશું, જન્મ્યા છીએ હિન્દુ તરીકે, મરશું હિન્દુ તરીકે અને અમારા જે વંશ પરંપરા છે એ હિન્દુ તરીકે જ રહેશે. તે વખતે મુગલ બાદશાહે એને જેલમાં નાખ્યા. જેલમાં એને એક ક્ષોરકર્મની કામગીરી આપી અને એનું કારણ એવું આપ્યું કે તમે નંદવંશી છો. ધનાનંદને ક્ષોરકર્મ કરતા ટીવી સિરિયલોમાં પણ જોયા છે અને આ રીતે હજામતનું કાર્ય સોંપવામાં આવ્યું અને તેઓને ગૌહત્યા, બ્રહ્મહત્યા, બાળહત્યા અને સ્ત્રી હત્યાના પાપ સાથે મુક્ત કરવામાં આવ્યા. તેઓના જે વંશ પરંપરાવાળા આવ્યા એ આઝાદી સુધી આ નામથી બધા રહ્યા અને એ વચને બંધાયેલા હતા પરંતુ વર્ષ 1978 નો બક્ષીપંચ ઓબીસીનો એક જીઆર થયો. ગુજરાત સરકારે એમાં લખ્યું કે 01/04/1978 પહેલાં સરકારી રેકોર્ડમાં જે જાતિ હશે એ જાતિ પ્રમાણે એને ઓબીસીના લાભ મળશે. વર્ષ 1978 પહેલા અમારા જે વડવાઓ વચને બંધાયેલા હતા એટલે એના પ્રમાણપત્રોમાં એટલે કે સરકારી રેકોર્ડમાં આહીર હજામ, આહીર વાણંદ લખવામાં આવતું હતું. હવે 1978ના જીઆર પહેલાં જે કંઈ હતું એમાં અને અત્યારના બાળકોમાં કોન્ટ્રોવર્સી ઊભી થઈ. અત્યારે ઓબીસીનું પ્રમાણપત્ર એને મળતું નથી. અત્યારે અમારા ભાઈ એક મિલિટરીમાં 17 વર્ષ નોકરી કરીને આવ્યા અને કેન્દ્ર સરકારમાં એને કોઈ પ્રોબ્લેમ નહોતો પણ ગુજરાત સરકારમાં આવ્યા એટલે એને મિલિટરીના કોટામાં ન ગણીને અત્યારે એને નોકરી મળતી નથી કારણકે એને ઓબીસીનું પ્રમાણપત્ર મળતું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અમારો સમાજ લગભગ 50 હજારથી 1 લાખની વસ્તી ધરાવે છે. આઝાદીના 75 વર્ષ પછી એક મુસ્લિમ બાદશાહની સજા જો આ સમાજ ભોગવી રહ્યું હોય તો ભારત આઝાદ થયું તે આ સમાજ માટે કલંક સ્વરૂપ છે. જેથી આ સમાજને ન્યાય આપવો જોઈએ.હવે જો અમારો પ્રશ્ન દૂર નહીં થાય તો અમે જયુબેલી ગાર્ડનથી 28 ડિસેમ્બરના 10 હજાર લોકોએ અમારે ધર્મ પરિવર્તન કરવું પડશે. હું ધર્મ ગુરુઓ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત સનાતન ધર્મીઓને વિનંતી કરું છું કે તમે અમને અમે હિન્દુ છીએ, સનાતનધર્મી છીએ તો અમે એક હિન્દુ તરીકે આ અન્યાયનો ભોગ શા માટે બનીએ? ધર્મ પરિવર્તન રેલી 28 ડિસેમ્બરના કરશું અને એની સાથે કલેક્ટરને આવેદન આપશું.
    Click here to Read More
    Previous Article
    નિકોલમાં રૂ.4500ના ભાડે મકાન રાખી ભાડુઆતે પચાવી પાડ્યું:જાન્યુઆરી 2024થી ભાડું ચૂકવવાનું બંધ કરી મકાન ખાલી કરવાની ના પાડી દીધી ​
    Next Article
    Parvinder Singh Jhota Case: Mansa Hospital के बाहर Amritpal के समर्थन में नारे क्यों लगने लगे?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment