Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીંડોળા બ્રિજ પર હાઇટ બેરિકેટમાં લોડેડ ટેમ્પો ફસાયો:ઓવરલોડેડ ટેમ્પો 'તાડાસન' મુદ્રામાં હવામાં અધ્ધર થયો, ટ્રાફિક ખોરવાયો

    1 day ago

    નવસારી-સુરતને જોડતા મીંડોળા નદીના બ્રિજ પર એક લોડેડ ટેમ્પો હાઇટ બેરિકેટમાં ફસાઈ ગયો. બ્રિજની સુરક્ષા માટે ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ચાલકે નિયમ તોડ્યો, જેનાથી રસ્તા પર ટ્રાફિક ખોરવાયો. ઓવરલોડેડ અને વધુ ઊંચાઈવાળો સામાન ભરીને નીકળેલા ટેમ્પો ચાલકે બેરિકેટની ઊંચાઈનો અંદાજ ન લીધો. ટેમ્પોનો ઉપરનો ભાગ બેરિકેટિંગમાં અટવાઈ ગયો, જેથી ગાડીનો આગળનો ભાગ હવામાં ઊંચો થયો. આ દ્રશ્ય ટેમ્પો 'તાડાસન' કરતો હોય તેવું લાગતું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આવા બેદરકાર ચાલકો ભૂતકાળમાં પણ પૂર્ણા નદીના બ્રિજ પર બેરિકેટ્સ તોડી ચૂક્યા છે. તંત્રની ચેતવણી છતાં ચાલકો શોર્ટકટ અપનાવી જીવ જોખમમાં મૂકે છે. જો આ બેરિકેટ તૂટીને કોઈ નાના વાહન કે રાહદારી પર પડ્યું હોત તો ગંભીર દુર્ઘટના થઈ શકતી હતી. લોકો પોલીસ અને પ્રશાસન પાસેથી આવા નિયમભંગ કરનારા ચાલકો સામે કડક કાર્યવાહીની અપેક્ષા રાખે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સાઉથ બોપલની ગાર્ડન રેસીડેન્સી-1 સોસાયટીમાં પાંચમા નોરતે ગરબાની રમઝટ જામી, ઓર્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વડોદરાની શિખર 1 સોસાયટીમાં નવરાત્રિની ઉજવણી, પાંચમા દિવસે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા સ્પર્ધા યોજાઈ, નાના-મોટા સૌએ ઈનામ જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment