Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો અન્ડર પાસામાં ટેમ્પો ફસાયો:અલકાપુરી ગરનાળામાં ટેમ્પો ફસાતા ટ્રાફિક જામ સર્જાયો, જેસીબીની મદદથી ટેમ્પોને બહાર કઢાયો

    1 week ago

    વડોદરા શહેરના અતિ વ્યસ્ત ગણાતા અલકાપુરી રેલવે ગરનાળામાં આજે એક ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અન્ડર પાસમાં ટેમ્પો ફસાતા ટ્રાફિક પોલીસ પણ દોડતી થઈ હતી. અંતે ટેમ્પોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ટ્રાફિકને પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી પસાર થઈ અલકાપુરી તરફ જતા માર્ગ પર રેલવે ગરનાળામાં એક ટેમ્પો ચાલક ફસાયો હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળેલ માહિતી અનુસાર આ ટેમ્પો ચાલક ગૂગલ મેપના આધારે ટેમ્પો ચલાવી રહ્યો હતો. દરમિયાન અલકાપુરીના નીચા ગરનાળા પાસે તેને રસ્તાની સાચી ઊંચાઈનો અંદાજ ન આવતા ટેમ્પો ગરનાળામાં ફસાઈ ગયો હતો. ટેમ્પો ફસાઈ જતા એક તરફનો માર્ગ સંપૂર્ણ બંધ થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહન ફસાતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ બનાવને પગલે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ટેમ્પોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં DKV સર્કલ ખાતે ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન:CJP અને કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર, પોલીસે કાર્યકરોની અટકાયત કરી
    Next Article
    પાટણની સોપાન એલિગન્સ સોસાયટીમાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ:નવરાત્રીના પાંચમા નોરતે બાળકો, મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment