Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની સોપાન એલિગન્સ સોસાયટીમાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ:નવરાત્રીના પાંચમા નોરતે બાળકો, મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો

    1 week ago

    પાટણ શહેરની સોપાન એલિગન્સ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ અંતર્ગત પાંચમા નોરતે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં નાના બાળકો, મહિલાઓ અને પુરુષોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનારાઓએ પૌરાણિક પાત્રો જેવા કે સરસ્વતી માતા, વાસુદેવ, રામ, શિવ, ગોવાળિયા અને સ્વર્ગની અપ્સરાના વેશ ધારણ કર્યા હતા. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણ અને આરોગ્ય સેવા જેવા સામાજિક સંદેશ આપતા પાત્રો પણ રજૂ કરાયા. બાળકો માટે સ્પાઈડરમેન, હલ્કમેન, સિંહ, સાન્તાક્લોઝ, મંજુલિકા, જલપરી અને પરી જેવા મનોરંજક પાત્રોની વેશભૂષા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સોસાયટીના આયોજકો અને રહીશોએ સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન કર્યું હતું, જેની માહિતી હિતેન્દ્રસિંહ પરમારે આપી. સ્પર્ધાના અંતે, વિજેતાઓ સહિત તમામ કલાકારોને અશ્વિન પટેલ અને ચિરાગ મિસ્ત્રી દ્વારા પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો અન્ડર પાસામાં ટેમ્પો ફસાયો:અલકાપુરી ગરનાળામાં ટેમ્પો ફસાતા ટ્રાફિક જામ સર્જાયો, જેસીબીની મદદથી ટેમ્પોને બહાર કઢાયો
    Next Article
    વડોદરાના LVP હેરિટેજ ગરબામાં પાર્કિંગ મુદ્દે ભારે હોબાળો:મોંઘા પાસ ખરીદ્યા પછી પણ ખેલૈયાઓ પરેશાન, ખેલૈયાઓએ કહ્યું: આટલા પાસના પૈસા ભર્યા પછી પણ પાર્કિગની સુવિધા મળતી નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment