Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં DKV સર્કલ ખાતે ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન:CJP અને કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

    1 week ago

    જામનગરના DKV સર્કલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. CJP અને કોંગ્રેસ દ્વારા દેશની બંધારણીય સંસ્થાઓ સામે સવાલો ઉઠાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ABVPના 50થી 60 જેટલા કાર્યકરો બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધમાં જોડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યકરોની અટકાયત કરી હતી. સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચને નિશાન બનાવવાના આક્ષેપ ABVPના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે CJP અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આવી પ્રવૃત્તિઓથી દેશની બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થાય છે. આ મુદ્દે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ અંગેના નિવેદનો સામે ABVPનો વિરોધ ABVPના નગર મંત્રી રાજવીર ગઢવીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં CJP અને કોંગ્રેસ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરે રચેલી બંધારણીય વ્યવસ્થાઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે સવાલો ઉઠાવવામાં આવતા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. તેમના આક્ષેપ મુજબ, ન્યાયતંત્રમાં પરાજય થાય ત્યારે સુપ્રીમ કોર્ટ સામે અવાજ ઉઠાવવામાં આવે છે, જ્યારે ચૂંટણીમાં પરાજય બાદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગવામાં આવે છે. CJPના વલણ સામે પણ ઉઠાવ્યા સવાલો રાજવીર ગઢવીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે CJP શરૂઆતમાં વિદ્યાર્થી સંગઠન તરીકે છાત્રહિતના મુદ્દાઓ પર કામ કરવાની વાત કરતું હતું, પરંતુ હવે રાજકીય એજન્ડા ચલાવી રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુવાનોમાં વિરોધની ભાવના ભડકાવીને દેશમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશની અખંડિતતા જાળવવા વિરોધ કરવાની વાત ABVPના કાર્યકરોએ જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે આવી પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. સંગઠન દ્વારા દેશભરમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરીને જામનગરમાં યોજાયેલા કાર્યક્રમને પણ આ અભિયાનનો ભાગ ગણાવ્યો હતો. પોલીસે કાર્યકરોની અટકાયત કરી DKV સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે દરમિયાનગીરી કરી હતી. ત્યારબાદ વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણની યશ હેરિટેજ સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન:ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રાચીન ગરબા સંસ્કૃતિને પ્રોત્સાહન અપાયું
    Next Article
    લ્યો બોલો અન્ડર પાસામાં ટેમ્પો ફસાયો:અલકાપુરી ગરનાળામાં ટેમ્પો ફસાતા ટ્રાફિક જામ સર્જાયો, જેસીબીની મદદથી ટેમ્પોને બહાર કઢાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment