Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરબામાં ખુરશી બાબતે મહિલાઓના ઝઘડાનું સમાધાન કરાવનાર ચેરમેન પર હુમલો:ન્યુ નરોડામાં સોસાયટીમાં ઘૂસી ચાર શખ્સોએ લાકડી-દંડાથી માર માર્યો, એકે ટીશર્ટ કાઢી નાખ્યું

    2 days ago

    અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગરબામાં ખુરશી પર બેસવા બાબતે બે મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અગાઉના વિવાદમાં સમાધાન કરાવનાર સોસાયટીના ચેરમેન અને શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનિલ નાયક પર લાકડી અને દંડા વડે હુમલો કરાયો છે. બહારથી માણસો બોલાવી માર મારવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. ખુરશી બાબતે બે મહિલાઓ વચ્ચે બોલાચાલી ન્યુ નરોડા વિસ્તારમાં આવેલી સર્જન સ્કાય સોસાયટીમાં રહેતા અનિલ નાયક શહેર ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને સોસાયટીના ચેરમેન પણ છે. નવરાત્રી દરમિયાન સોસાયટીમાં દરરોજ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવે છે. 15 ઓક્ટોબરના રોજ ગરબા દરમિયાન સોસાયટીમાં રહેતી નિધિ લાડવા અને હીનાબેન પંચાલ વચ્ચે ખુરશી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન નિધિ લાડવાના પિતા છગન પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જે બાદ બોલાચાલી થઈ હતી. જોકે, વિવાદ વધતાં સોસાયટીના સભ્યોએ વચ્ચે પડી બંને પક્ષે સમાધાન કરાવ્યું હતું. સમાધાન બાદ બહારથી માણસોએ આવી હુમલો કર્યો સમાધાન થયાના થોડા સમય બાદ બાઈક પર બે શખ્સો સોસાયટીમાં આવ્યા હતા અને નિધિ લાડવાનું ઉપરાણું લઈને બોલાચાલી કરવા લાગ્યા હતા. તેમનાં નામ પૂછતાં એકે પોતાનું નામ હિતેન્દ્ર લાડવા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજા વ્યક્તિનું નામ જાણવા મળ્યું ન હતું. સોસાયટીના ચેરમેન અને અન્ય સભ્યોએ બંનેને સમજાવી બહાર મોકલી દીધા હતા. ત્યારબાદ બે એક્ટિવા પર ચાર શખ્સો હાથમાં લાકડીઓ અને દંડા લઈને સોસાયટીના ગેટ પાસે આવ્યા હતા. તેઓ નિધિ લાડવાનો પક્ષ લઈને બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક શખ્સ દંડો લઈને સોસાયટીમાં ઘૂસ્યો હતો અને ટીશર્ટ કાઢી નાખ્યું હતું. અનિલ તેને સમજાવવા જતાં તેમના પર લાકડીના બે ફટકા મારી દીધા હતા. ચેરમેનના માથામાં ઈજા, હોસ્પિટલ ખસેડાયા ત્યારબાદ અંશ લાડવા, મહાવીર સિંહ રાણા અને કૃતાર્થસિંહ રાઓલ સહિતના શખ્સો પણ સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને મારામારી શરૂ કરી હતી. સોસાયટીના સભ્યોએ વચ્ચે પડી અનિલને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. અંશ લાડવાએ અનિલ સાથે મારામારી કરી પંચ જેવા હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તેમના માથાના ભાગે ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત અનિલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નરોડા પોલીસે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અનિલ નાયકની ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે બે આરોપીની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટીમાં થયેલી મારામારીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાથી તપાસમાં આ ફૂટેજ મહત્ત્વપૂર્ણ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    ખાવડા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:ભુજ LCBએ આશાપુરાનગરના સોયેબ ઉર્ફે ગઢવી સનાને પકડ્યો
    Next Article
    ચોટીલાના રાજપરામાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:720 કિલો એલ્યુમિનિયમ વાયર અને ₹1.80 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment