Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલાના રાજપરામાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:720 કિલો એલ્યુમિનિયમ વાયર અને ₹1.80 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

    2 days ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોટીલાના રાજપરા ગામમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 720 કિલો એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર અને 1.80 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડ્યા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી આ કાર્યવાહી કરાઈ હતી. હેડ કોન્સ્ટેબલ મુન્ના રાઠોડ અને કોન્સ્ટેબલ કુલદીપ બોરિયાને મળેલી બાતમીના આધારે પોલીસે રાજપરાના જુગેશ બાવળિયાની વાડીના શેઢેથી વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં જુગેશ વિહા બાવળિયા (રાજપરા, ચોટીલા), કિશન વેલા ધોરિયા (વિનયગઢ, વાંકાનેર) અને રણજીત બચુ ગણાદિયા (વિનયગઢ, વાંકાનેર) નો સમાવેશ થાય છે. આણંદપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો છે. LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ અને સ્ટાફે આ કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગરબામાં ખુરશી બાબતે મહિલાઓના ઝઘડાનું સમાધાન કરાવનાર ચેરમેન પર હુમલો:ન્યુ નરોડામાં સોસાયટીમાં ઘૂસી ચાર શખ્સોએ લાકડી-દંડાથી માર માર્યો, એકે ટીશર્ટ કાઢી નાખ્યું
    Next Article
    વઢવાણમાંથી 10 લાખના દારૂ સાથે બે ઝડપાયા:2451 બોટલ દારૂ અને બિયર ટીન, કાર-મોબાઇલ પણ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment