Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાંથી 10 લાખના દારૂ સાથે બે ઝડપાયા:2451 બોટલ દારૂ અને બિયર ટીન, કાર-મોબાઇલ પણ જપ્ત

    2 days ago

    સુરેન્દ્રનગર LCBએ વઢવાણ-કોઠારીયા રોડ પરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 10.13 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે 2089 વિદેશી દારૂની બોટલ અને 362 બિયર ટીન સહિત કુલ 2451 નંગ દારૂ પકડ્યો છે. જેની કિંમત 4.53 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત, 5 લાખની કાર અને 60 હજારના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. પકડાયેલા આરોપીઓમાં જાહીદ ઉર્ફે લાલો અબ્બાસભાઈ લાખવા અને હસનભાઈ ખલીલભાઈ શેખનો સમાવેશ થાય છે. રીયાઝ ઉર્ફે રોકી ઉર્ફે પ્રફુલ મેહબુબભાઈ અને રાજુ મારવાડી નામના બે આરોપીઓ હજુ ફરાર છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર LCB PI બી.એચ.શીંગરખીયા, PSI આર.જે.ગોહિલ અને તેમની ટીમે બાતમીના આધારે કરી હતી. વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલાના રાજપરામાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:720 કિલો એલ્યુમિનિયમ વાયર અને ₹1.80 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા
    Next Article
    નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે મોરબી SHE ટીમ એક્શનમાં:ગરબા આયોજનોમાં સઘન ચેકિંગ કરી અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment