Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક અને ભાઈને ઘરે આવી છરીના ઘા ઝીંક્યા:રૂવાપરી રોડ પર સાતેક મહિના અગાઉની માથાકૂટની દાઝ રાખી આરોપીનો હુમલો

    8 hours ago

    ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલા ટેકરી ચોક પાસે સાતેક મહિના અગાઉ થયેલી માથાકૂટની દાઝ રાખી એક શખ્સે ઘરે આવી યુવક અને તેને બચાવવા પડેલા તેના ભાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોર બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી આરોપી સામે તપાસ હાથ ધરી છે. જૂની અદાવત રાખી ઘરે આવી હુમલો કર્યો રૂવાપરી રોડ ટેકરી ચોક પાસે ખાન સાહેબના ડેલામાં રહેતાં યાસમીનબેન કાઝીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સાતેક મહિના પહેલાં આરોપી ફેઝાન કાદરભાઈ ચુડેસરા તેમના પાડોશમાં માથાકૂટ કરવા આવ્યો હતો. તે સમયે તેમનો પુત્ર રેહાન વચ્ચે પડીને છોડાવવા ગયો હતો. જેની અદાવત રાખી ગત રાત્રે આરોપી છરી સાથે ઘરે આવ્યો હતો અને રેહાન પર હુમલો કર્યો હતો. બચાવવા વચ્ચે પડેલા ભાઈને પણ છરી વાગી રેહાન પર હુમલો થતાં તેને બચાવવા માટે વચ્ચે પડેલા તેના ભાઈ ( ફરિયાદીના ભાણેજ)ને પણ આરોપીએ છરીના ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત બંનેને સર.ટી. હોસ્પિટલ પહોંચાડાયા હતા, જ્યાંથી એકને સારવાર બાદ રજા અપાઈ છે, જ્યારે અન્ય યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી આ બનાવ સંદર્ભે ગંગાજળિયા પોલીસે આરોપી ફેઝાન ચુડેસરા સામે BNS અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    26/11નો આતંકી હુમલો અને કાનૂની લડાઈ:'પ્રહાર'માં રાજકુમાર રાવ-લલિત પ્રભાકરની દમદાર એક્ટિંગ, કસાબને ફાંસીના માચડે ચડાવનાર વકીલની વાર્તા
    Next Article
    ભાવનગરમાં ABVP દ્વારા CJP અને NSUI સામે વિરોધ પ્રદર્શન:પોસ્ટરો બતાવી સૂત્રોચ્ચાર કર્યાં, રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment