Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26/11નો આતંકી હુમલો અને કાનૂની લડાઈ:'પ્રહાર'માં રાજકુમાર રાવ-લલિત પ્રભાકરની દમદાર એક્ટિંગ, કસાબને ફાંસીના માચડે ચડાવનાર વકીલની વાર્તા

    7 hours ago

    26/11ના આતંકવાદી હુમલાએ મુંબઈને હચમચાવી દીધું હતું, ગોળીબાર થંભી ગયો, પરંતુ ન્યાયની લડાઈ ચાલુ રહી. આતંકવાદ સામેની એક મોટી લડાઈ અદાલતમાં લડાઈ. ‘પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઉજ્જવલ નિકમ’ આ કાનૂની સંઘર્ષની વાર્તા છે, જ્યાં હથિયારોની જગ્યાએ દલીલો છે અને દરેક પુરાવાનું મહત્ત્વ છે. રાજકુમાર રાવ અને લલિત પ્રભાકરનો દમદાર અભિનય ફિલ્મને ખાસ બનાવે છે. અદાલતમાં ન્યાયની લડાઈની સાથે આ વાર્તા એક વકીલના અંગત જીવનમાં પણ ડોકિયું કરાવે છે, જ્યાં દેશની જવાબદારી અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવું સરળ નથી. અવિનાશ અરુણના ડિરેક્શનમાં બનેલી 2 કલાક 20 મિનિટની આ ફિલ્મને દિવ્ય ભાસ્કરે 4 સ્ટાર રેટિંગ આપ્યું છે. વાર્તા: અદાલતમાં કેસ, ઘરમાં સંબંધોની કસોટી ફિલ્મમાં ઉજ્જવલ નિકમ (રાજકુમાર રાવ)ની વાર્તા દર્શાવવામાં આવી છે, જેઓ દેશના જાણીતા સરકારી વકીલ છે અને 26/11ના હુમલાના આરોપી અજમલ કસાબને સજા અપાવવા માટેની કાનૂની લડાઈ લડે છે. કસાબ (લલિત પ્રભાકર)ના મુકદ્દમાની સાથે ફિલ્મ ઉજ્જવલની પત્ની જ્યોતિ નિકમ (વામિકા ગબ્બી) અને દીકરા અનિકેત સાથેના તેમના સંબંધોને પણ દર્શાવે છે. અન્ય લોકોને ન્યાય અપાવવાની જિદ્દમાં તેઓ પોતાના અંગત જીવન માટે કેટલો સમય ફાળવી શકે છે, વાર્તાનું ભાવનાત્મક પાસું આ જ છે. એક્ટિંગ: રાજકુમારનું સંયમિત પાત્રચિત્રણ, લલિતનો દમદાર અંદાજ રાજકુમાર રાવે ઉજ્જવલ નિકમના પાત્રને ગંભીરતા અને સહજતાથી ભજવ્યું છે. તેના ચહેરાના હાવભાવ અને સંવાદોમાં રહેલું ઠહેરાવ પાત્રને વિશ્વસનીય બનાવે છે. બીજી તરફ, લલિત પ્રભાકરે અજમલ કસાબના પાત્રમાં બેચેની અને અસહજતા ઊભી કરી છે. ખાસ કરીને અંતિમ ભાગમાં તેનો અભિનય ધ્યાન ખેંચે છે. જયદીપ અહલાવત, સિકંદર ખેર અને આશિષ વિદ્યાર્થી પોતાના પાત્રોને મજબૂતી આપે છે, જ્યારે વામિકા ગબ્બી વાર્તામાં ભાવનાત્મક જોડાણ લાવે છે. ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી: ગંભીર વાર્તા, ક્યાંક ધીમી ગતિ અવિનાશ અરુણનું ડિરેક્શન વાર્તાને બિનજરૂરી ફિલ્મી ડ્રામાથી દૂર રાખે છે. કોર્ટની કાર્યવાહી અને ઉજ્જવલના અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ સારો છે. સિનેમેટોગ્રાફી પણ ફિલ્મના ગંભીર માહોલને અનુરૂપ છે. જોકે, કેટલાક ભાગોમાં સ્ક્રીનપ્લે ધીમો પડી જાય છે. ચર્ચિત ઘટનાઓથી પરિચિત દર્શકો માટે કેટલાક દૃશ્યોમાં વધુ રોમાંચ પેદા કરી શકાયો હોત. મ્યુઝિક: ‘મેરે રહેતે’ છોડી જાય છે અસર ફિલ્મમાં માત્ર એક જ ગીત ‘મેરે રહેતે’ છે, જે અંતમાં આવે છે અને ફિલ્મ પૂરી થયા પછી પણ ભાવનાત્મક અસર છોડી જાય છે. બેકગ્રાઉન્ડ સ્કોર કોર્ટના તણાવને વધારે છે અને વાર્તાની ગંભીરતા સાથે સુમેળ સાધે છે. અંતિમ ચુકાદો ‘પ્રહાર’ની સૌથી મોટી તાકાત રાજકુમાર રાવ અને લલિત પ્રભાકરનો અભિનય છે. કેટલીક જગ્યાએ ધીમી ગતિ હોવા છતાં ફિલ્મ કોર્ટરૂમ ડ્રામા અને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત વાર્તાઓ પસંદ કરનારાઓને બાંધી રાખે છે. તે યાદ અપાવે છે કે, ગોળીઓનો વરસાદ થંભી ગયા પછી પણ ન્યાયની લડાઈ પૂરી થતી નથી.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી 5 ગણી વધી:ડીઝલમાં રાહત, દેશમાં ઈંધણની અછત રોકવા કેન્દ્ર સરકારનો નિર્ણય
    Next Article
    યુવક અને ભાઈને ઘરે આવી છરીના ઘા ઝીંક્યા:રૂવાપરી રોડ પર સાતેક મહિના અગાઉની માથાકૂટની દાઝ રાખી આરોપીનો હુમલો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment