Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી 5 ગણી વધી:ડીઝલમાં રાહત, દેશમાં ઈંધણની અછત રોકવા કેન્દ્ર સરકારનો નિર્ણય

    7 hours ago

    ક્રુડ ઓઇલની કિંમતોમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ 5 ગણો વધારી દીધો છે. જ્યારે ડીઝલની નિકાસ પર લાગતો વિન્ડફોલ ટેક્સ લગભગ અડધો કરી દીધો છે. નાણાં મંત્રાલયે દેશમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે નવા દરો આજથી એટલે કે 16 ઑક્ટોબરથી લાગુ કરી દીધા છે. સામાન્ય જનતાના ખિસ્સા પર કોઈ અસર નહીં પડે નવા કર આગામી બે અઠવાડિયા સુધી લાગુ રહેશે. તેની અસર માત્ર વિદેશ મોકલવામાં આવતા પેટ્રોલિયમ ઉત્પાદનો પર થશે. સ્થાનિક પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર દર બે અઠવાડિયે આ શુલ્કની સમીક્ષા કરે છે. વૈશ્વિક કાચા તેલની કિંમતોમાં થતા ઉતાર-ચઢાવ અનુસાર શુલ્ક નક્કી કરવામાં આવે છે. સ્થાનિક બજારમાં તેલની અછત રોકવાનો પ્રયાસ ભારત સરકાર દર 15 દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને રિફાઇન્ડ પ્રોડક્ટ્સના ભાવોની સમીક્ષા કરે છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડના ભાવ ઊંચા છે. આવી સ્થિતિમાં ભારતીય રિફાઇનરી કંપનીઓ વધુ નફો કમાવાની લાલચમાં દેશનું તેલ વિદેશમાં વેચવા ન લાગે, તેને રોકવા અને સ્થાનિક ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો-વધારો કરવામાં આવે છે. અમેરિકાના પગલાથી કાચા તેલના ભાવમાં થોડી નરમાઈ અમેરિકા દ્વારા શિપિંગ ખર્ચ ઘટાડવા માટે ઓઇલ ટેન્કરો પરથી કેટલાક પ્રતિબંધો હટાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે અને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા ઇમરજન્સી સ્ટોક જાહેર કરવાના સંકેતો મળ્યા બાદ કાચા તેલના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ પ્રશાસન ઈરાન, રશિયા અને વેનેઝુએલાથી તેલ લઈ જતા ટેન્કરોને છૂટ આપવાની યોજના બનાવી રહ્યું છે. મિડલ ઈસ્ટના તણાવને કારણે ક્રૂડના ભાવ હજુ પણ ઊંચા જોકે અમેરિકાની તરફથી પ્રતિબંધોમાં રાહતના અહેવાલો છતાં મધ્ય પૂર્વમાં ચાલુ સૈન્ય સંઘર્ષોને કારણે કાચા તેલમાં મોટો ઘટાડો થઈ શક્યો નથી. સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જહાજો પરના હુમલાઓ અને સાઉદી અરેબિયા તથા યમનના હૂતી બળવાખોરો વચ્ચે ચાલી રહેલી અથડામણોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ સતત ઊંચા સ્તરે ટકી રહ્યા છે. વિન્ડફોલ ટેક્સ શું હોય છે? જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો અચાનક ઘણી વધી જાય છે, ત્યારે સ્થાનિક તેલ કંપનીઓ વિદેશમાં પેટ્રોલ-ડીઝલ વેચીને અણધાર્યો નફો કમાવવા લાગે છે. આ વધારાના નફાનો કેટલોક ભાગ સરકારી તિજોરીમાં લાવવા અને સ્થાનિક સપ્લાય જાળવી રાખવા માટે સરકાર આ ટેક્સ લગાવે છે.
    Click here to Read More
    Previous Article
    PCI guidelines for journalists covering protests: ‘Carry press ID and emergency kit, know escape route’
    Next Article
    26/11નો આતંકી હુમલો અને કાનૂની લડાઈ:'પ્રહાર'માં રાજકુમાર રાવ-લલિત પ્રભાકરની દમદાર એક્ટિંગ, કસાબને ફાંસીના માચડે ચડાવનાર વકીલની વાર્તા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment