Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ABVP દ્વારા CJP અને NSUI સામે વિરોધ પ્રદર્શન:પોસ્ટરો બતાવી સૂત્રોચ્ચાર કર્યાં, રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી

    9 hours ago

    આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર દ્વારા શામળદાસ આર્ટ્સ કોલેજ ગેટ પાસે CJP, કોંગ્રેસ અને NSUIના વિરુદ્ધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ દરમિયાન ABVPના કાર્યકરો દ્વારા CJP, કોંગ્રેસ અને NSUI વિરોધી પોસ્ટરો દર્શાવીને જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. વાહનવ્યવહાર ખોરવાતાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે સ્થળ પર પહોંચીને વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો, સક્રિય કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘CJP અને NSUI દેશમાં બંધારણથી વિરુદ્ધ જઈ રહ્યા છે’ આ અંગે એબીવીપીના ભાવનગર નગર મંત્રી ધર્મરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, CJP અને NSUI દેશમાં બંધારણથી વિરુદ્ધ જઈ રહ્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટ અને દેશની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવીને આઘાત પહોંચાડી રહ્યા છે, જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે આ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    યુવક અને ભાઈને ઘરે આવી છરીના ઘા ઝીંક્યા:રૂવાપરી રોડ પર સાતેક મહિના અગાઉની માથાકૂટની દાઝ રાખી આરોપીનો હુમલો
    Next Article
    જામનગરમાં સળગતો ગરબો માથે મૂકી 18 યુવાનોએ કરી માતાજીની આરાધના:ચામુંડા ગરબી મંડળની 40 વર્ષની પરંપરા, ભક્તિ, શ્રદ્ધા અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment