Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સળગતો ગરબો માથે મૂકી 18 યુવાનોએ કરી માતાજીની આરાધના:ચામુંડા ગરબી મંડળની 40 વર્ષની પરંપરા, ભક્તિ, શ્રદ્ધા અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ

    10 hours ago

    નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ગુજરાતભરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જોવા મળે છે. ત્યારે જામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી સળગતા ગરબાની અનોખી પરંપરા જળવાઈ રહી છે. ચામુંડા ગરબી મંડળ દ્વારા નિભાવવામાં આવતી આ પરંપરામાં યુવાનો સળગતી ઈંઢોણી અને ગરબા સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. ભક્તિ, શ્રદ્ધા અને લોકસંસ્કૃતિના અનોખા સંગમ સમાન આ ગરબી નવરાત્રી દરમિયાન લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. સળગતી ઈંઢોણી સાથે 18 જેટલા યુવાનોનો રાસ પંચેશ્વર ટાવર વિસ્તારમાં યોજાતી આ ગરબીમાં આશરે 18 જેટલા યુવાનો સળગતા ગરબા અને ઈંઢોણી સાથે તાલબદ્ધ રીતે રાસ રમે છે. આગની જ્વાળાઓ વચ્ચે યુવાનો દ્વારા કરવામાં આવતી આ અનોખી રજૂઆત જોવા જેવી હોય છે. પરંપરાગત રીતે યોજાતા આ ગરબામાં યુવાનો માતાજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. આ વિશિષ્ટ રાસ નિહાળવા માટે જામનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આધુનિક યુગમાં પણ લોકવારસો જાળવવાનો પ્રયાસ આધુનિક યુગમાં અનેક પરંપરાઓ સમય સાથે બદલાઈ રહી છે, ત્યારે જામનગરના યુવાનો ચાર દાયકાથી ચાલી આવતી આ આગવી પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન ભક્તિમય વાતાવરણમાં યોજાતી આ ગરબી નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડવાનું કાર્ય પણ કરે છે. સળગતા ગરબાનો રાસ જામનગરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો એક વિશેષ ભાગ બની રહ્યો છે. લોકોની શ્રદ્ધા અને લાગણી સાથે જોડાયેલી પરંપરા ચામુંડા ગરબી મંડળ, જામનગરના અમિત માંડવીયાના જણાવ્યા મુજબ, વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સાથે લોકોની શ્રદ્ધા અને લાગણી જોડાયેલી છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન સળગતા ગરબાની આ અનોખી રજૂઆત લોકોમાં આકર્ષણ જમાવે છે. સ્થાનિક યુવાનો દ્વારા પરંપરાને જાળવી રાખવા માટે કરવામાં આવતો પ્રયાસ જામનગરના સમૃદ્ધ લોકવારસાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં ABVP દ્વારા CJP અને NSUI સામે વિરોધ પ્રદર્શન:પોસ્ટરો બતાવી સૂત્રોચ્ચાર કર્યાં, રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી
    Next Article
    Protests vs Peanuts: Top Court's "Better Sense" Remark On Traders' Plea

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment