Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલમાં ટપોરી ગેંગે આતંક મચાવ્યો:હેલીપેડ પાસે પાસ લેવા ગયેલા બે યુવકોને પટ્ટા-ધોકાથી ફટકાર્યા, પાલતુ શ્વાન પાછળ છોડી ગાડી સળગાવી દીધી

    3 days ago

    કલોલ તાલુકાના બોરીસણા પંચવટી વિસ્તારમાં આવેલા હેલીપેડ પાસે ગત રાત્રે એક હિંસક ઘટના સામે આવી છે. ગરબાના પાસ મેળવવા માટે નીકળેલા બે મિત્રોની પાછળ શ્વાન છોડી એક જૂથે માર માર્યો હતો. તેમજ તેમની સ્વિફ્ટ કારને સળગાવી મૂકી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે કલોલ તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બન્ને મિત્રો પાસ લેવા જઈ રહ્યા હતા બોરીસણા રોડ પર આવેલી વૈજનાથ સોસાયટીમાં રહેતા અને ચામુંડા હેન્ડીક્રાફ્ટના મંદીરો બનાવવાનો ધંધો કરતો 20 વર્ષીય આસીક દીપક ચૌહાણ ગત રાત્રે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં સ્વિફ્ટ કાર લઈને પોતાના મિત્ર ક્રુપેશ ભરત પ્રજાપતિ સાથે નીકળ્યો હતો. ગુરુકુળ કોલેજ બહાર ચોકડી પર પોતાના ભાઈ મિતેશ પાસેથી પાસ લીધા બાદ ક્રુપેશ માટે અર્થ એલીગન્સ પાછળ આવેલી હેલીપેડ ખાતે કિશન તિવારી પાસેથી પાર્ટી પ્લોટના પાસ લેવા બંને જણા જઈ રહ્યા હતા. આસીકની પાછળ શ્વાન છોડ્યો, અન્યને પટ્ટા વડે માર્યો આ દરમિયાન હેલીપેડ તરફ જતા કાચા રસ્તા પર એક સિલ્વર રંગની સફારી ગાડી ઉભી હતી. ગાડી પાસે ઉભેલા શખ્સોએ આસીકની કારને અચાનક રોકી કાચ નીચે ઉતારવા કહ્યું હતું. જેણે કાચ ઉતારતાં તે શખ્સો અચાનક અપશબ્દો બોલવા લાગ્યા હતા. આસીક અને ક્રુપેશ કારમાંથી નીચે ઉતરતા જ હુમલાખોરોએ પોતાની પાસેનો પાલતું શ્વાન આસીક તરફ છોડી દીધો હતો. શ્વાન પાછળ પડતાં આસીક પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિ પાસેથી ફોન મેળવી પોતાના ભાઈ આશીષને જાણ કરી બોલાવ્યો હતો.બીજી તરફ હેલીપેડ પર એકલા રહી ગયેલા ક્રુપેશ પર ટપોરી ગેંગે હુમલો કર્યો હતો. હુમલાખોરો પૈકી અભિ નામના શખ્સે શ્વાનને બાંધવાના પટ્ટા વડે ક્રુપેશને આડેધડ ફટકાર્યો હતો. જ્યારે પાર્થ નામના શખ્સે સ્વિફ્ટ કારના કાચ તોડી નાખ્યા હતા અને આસીકને પાછો બોલાવવા ધમકી આપી હતી કે જો તે નહીં આવે તો ગાડી સળગાવી દેવામાં આવશે. જેની થોડીવારમાં આસીક તેના ભાઈ આશીષ સાથે કિયા કારમાં ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તિર્થ નામનો શખ્સ બાઇક પર ચશ્મા પહેરેલા ગુપ્તા નામના અન્ય એક ઈસમ સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. તિર્થે લાકડાના ધોકા વડે આસીક અને ક્રુપેશ પર હુમલો કરી માર માર્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં અને જાનનું જોખમ જણાતાં આસીક અને તેનો ભાઈ ક્રુપેશને કિયા કારમાં બેસાડી ત્યાંથી રવાના થઈ ગયા હતા. કારને આગ ચાંપી સળગાવી દીધી ત્યારબાદ આરોપીઓએ અદાવત રાખીને હેલીપેડ પર પડેલી સ્વિફ્ટ કારને આગ ચાંપી સળગાવી દીધી હતી. બનાવ અંગે આસીકે તુરંત 112 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડ ટીમે કારની આગને ઓલવી દીધી હતી. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લોક જાગૃતિ મંચે વેરાવળની નાની પ્રાચીન ગરબીઓને સન્માનિત કરી:સંચાલકોને સ્મૃતિચિહ્ન આપી રોકડ અનુદાન પણ અર્પણ કર્યું
    Next Article
    તબેલામાં મગરનું રેસ્ક્યુ:વડોદરાના દેણા ગામમાં ગાય-ભેંસના તબેલામાં ઘૂસી આવ્યો 5 ફૂટનો મગર, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે એક કલાકની જહેમત બાદ કર્યો રેસ્ક્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment