Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોક જાગૃતિ મંચે વેરાવળની નાની પ્રાચીન ગરબીઓને સન્માનિત કરી:સંચાલકોને સ્મૃતિચિહ્ન આપી રોકડ અનુદાન પણ અર્પણ કર્યું

    3 days ago

    વેરાવળમાં લોક જાગૃતિ મંચ સામાજિક સેવા અને સંસ્કૃતિ જાળવણીના કાર્યો કરે છે. આ વર્ષે મંચે નાની, પરંપરાગત અને બિન-વ્યવસાયિક ગરબીઓને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો. આ અંતર્ગત શ્રી રામદેવપીર, શ્રી વાઘેશ્વરી અને શ્રી રાંદલ માતા ગરબી મંડળના સંચાલકો અને હોદ્દેદારોને સન્માનિત કરાયા. તેમને સ્મૃતિચિહ્ન અને રોકડ અનુદાન પણ અપાયું. લોક જાગૃતિ મંચના પ્રમુખ કિરીટભાઈ ઉનડકટે સંચાલકોને અભિનંદન પાઠવ્યા. તેમણે હિન્દુ સંસ્કૃતિ જાળવવા, બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા અને મોબાઈલ-ફાસ્ટ ફૂડથી દૂર રહેવા ટકોર કરી. આ કાર્યક્રમમાં મંચના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ શાહ, ઉપપ્રમુખ ભીખુભાઈ જેઠવા, અનિલભાઈ પુરોહિત, જીતેન્દ્રભાઈ કતીરા અને ભગવાનજીભાઈ વાજા પણ જોડાયા. રેડ ક્રોસ સોસાયટી - ગીર સોમનાથના પદાધિકારીઓએ આ પહેલની સરાહના કરી.
    Click here to Read More
    Previous Article
    ધંધુકામાં ડમ્પરે ઈકોને 30 ફૂટ ઘસડી:કારમાં આગ લાગતાં કારચાલક ભડથું થયો, ઈકો બળીને ખાખ; ફાયર વિભાગે 40 મિનિટે આગ પર કાબૂ મેળવ્યો, ડમ્પરચાલક ફરાર
    Next Article
    કલોલમાં ટપોરી ગેંગે આતંક મચાવ્યો:હેલીપેડ પાસે પાસ લેવા ગયેલા બે યુવકોને પટ્ટા-ધોકાથી ફટકાર્યા, પાલતુ શ્વાન પાછળ છોડી ગાડી સળગાવી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment