Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધંધુકામાં ડમ્પરે ઈકોને 30 ફૂટ ઘસડી:કારમાં આગ લાગતાં કારચાલક ભડથું થયો, ઈકો બળીને ખાખ; ફાયર વિભાગે 40 મિનિટે આગ પર કાબૂ મેળવ્યો, ડમ્પરચાલક ફરાર

    3 days ago

    ધંધુકાના કોટન સેલ જીન પાસે 15 ઓક્ટોબર રાત્રે 11:30 વાગે ડમ્પર અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. બરવાળાથી ધંધુકા તરફ આવી રહેલી ઈકો કારને ડમ્પરે પાછળથી અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર લગભગ 30 ફૂટ સુધી ઘસડાઈ હતી. આ અકસ્માત બાદ ઈકો કાર અને ડમ્પરના કેબિનમાં આગ લાગી હતી, જેથી ઈકો કારચાલક સંજય કાળુભાઈ કણઝરીયા (ઉં.વ.34, રહે.રાણપુર રોડ, ધંધુકા) જીવતો ભડથું થયો હતો. જ્યારે ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. મૃતક બરવાળા ખાતે દાબેલી ફાસ્ટ ફૂડની લારી ચલાવે છે. અકસ્માતની તસવીરો આસપાસના સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવ્યા આગ લાગતા જ વૈષ્ણવ સોસાયટીના રહીશો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે પાણીની મોટરથી આગ ઓલવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો. જોકે, આગની તીવ્રતા વધુ હોવાથી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. આશરે 40 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓએ આશરે 40 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિકને કારણે માર્ગ થોડા સમય માટે ડાયવર્ટ કરાયો હતો. પોલીસે આ સંદર્ભે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો, બોલેરો-ટ્રકની ભયાનક ટક્કરમાં 7નાં મોત, કેબિનમાં દબાયેલા લોકોની ચીસાચીસ
    Click here to Read More
    Previous Article
    ઇમરાન ખાન મુદ્દે બોલિવૂડમાં ઘમાસાણ:પૂર્વ મામી કિરણ રાવ ને સબા આઝાદ તંત્ર પર ભડક્યાં, ગજેન્દ્ર ચૌહાણે દેશદ્રોહી ગણાવ્યો; આદેશ સામે હાઈકોર્ટમાં જશે
    Next Article
    લોક જાગૃતિ મંચે વેરાવળની નાની પ્રાચીન ગરબીઓને સન્માનિત કરી:સંચાલકોને સ્મૃતિચિહ્ન આપી રોકડ અનુદાન પણ અર્પણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment