Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇમરાન ખાન મુદ્દે બોલિવૂડમાં ઘમાસાણ:પૂર્વ મામી કિરણ રાવ ને સબા આઝાદ તંત્ર પર ભડક્યાં, ગજેન્દ્ર ચૌહાણે દેશદ્રોહી ગણાવ્યો; આદેશ સામે હાઈકોર્ટમાં જશે

    3 days ago

    મુંબઈમાં CJP (કોકરોચ જનતા પાર્ટી) પ્રદર્શન દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવેલા બોલિવૂડ એક્ટર અને આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાનને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO)એ 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ જારી કરી છે. અમેરિકન નાગરિકતા અને OCI કાર્ડ ધરાવતા ઇમરાન ખાન આ આદેશ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યો છે. તેના વકીલોનું કહેવું છે કે તે પ્રદર્શનનો ભાગ નહોતો, પરંતુ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આ કાર્યવાહી અંગે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ઇમરાન ખાનની પૂર્વ મામી અને ફિલ્મ મેકર કિરણ રાવ અને હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદે પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે ગજેન્દ્ર ચૌહાણ અને રઝા મુરાદે સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. કિરણ રાવ અને સબા આઝાદે વિરોધ નોંધાવ્યો FRROની નોટિસના સમાચાર સામે આવ્યા બાદ બોલિવૂડ સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ફિલ્મમેકર અને આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ સમાચાર શેર કરતાં લખ્યું, "વાહ, હવે આ મુંબઈ પોલીસ કરી રહી છે?" દરમિયાન એક્ટ્રેસ સબા આઝાદે પણ પોલીસની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું, "શું!? આ સંપૂર્ણપણે ખોટું છે." નોંધનીય છે કે, 10 ઓક્ટોબરે મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન પોલીસે ઇમરાન ખાન, તેની પાર્ટનર લેખા વૉશિંગ્ટન અને કઝિન ઝૈન મેરી ખાન સહિત 400થી વધુ લોકોને કસ્ટડીમાં લીધા હતા અને બાદમાં છોડી દીધા હતા. ગજેન્દ્ર ચૌહાણ અને રઝા મુરાદે કાર્યવાહીને સમર્થન આપ્યું આ મામલે એક્ટર ગજેન્દ્ર ચૌહાણે એફઆરઆરઓ અને સરકારના પગલાંની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ઇમરાન ખાન ભારતીય નાગરિક નથી, આવી સ્થિતિમાં તેમનું પ્રદર્શનમાં સામેલ થવું કાયદાનું ઉલ્લંઘન છે. ચૌહાણે કહ્યું, 'મને ખૂબ ખુશી છે કે દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓને બહાર જવા માટે કહેવામાં આવ્યું છે. ઇમરાન ખાનને 28 ઑક્ટોબરના બદલે 24 કલાકની અંદર દેશની બહાર મોકલવાનો કડક આદેશ મળવો જોઈએ.' બીજી તરફ પીઢ એક્ટર રઝા મુરાદે પણ કહ્યું કે, 'કોઈપણ વિદેશી નાગરિકને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો અધિકાર નથી. પોલીસે તેમને 15 દિવસનો સમય આપીને સંપૂર્ણપણે કાયદાકીય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરી છે.' ઈમરાન હાઈકોર્ટમાં આદેશને પડકારશે NDTVના અહેવાલ મુજબ, ઈમરાન ખાનની કાનૂની ટીમ આગામી અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. તેના વકીલ ઝુલ્ફીકાર મેમને જણાવ્યું કે, 10 ઑક્ટોબરે ઈમરાન ખાન નાના ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તો બંધ હોવા અને મીડિયાકર્મીઓના પ્રશ્નો પૂછવા પર તેમણે નિવેદન આપ્યું હતું. કાનૂની ટીમે પોલીસ પાસેથી વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની માગ કરી છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે ઈમરાન પ્રદર્શનકારી તરીકે સામેલ નહોતો. કસ્ટડીમાં લેવામાં આવવાના થોડા સમય પહેલાં ઈમરાને કહ્યું હતું કે, તે એક શહેરવાસી તરીકે ત્યાં પ્રતિબંધો અને લોકોનો દબાતો અવાજ જોવા આવ્યો હતો. કિરીટ સોમૈયાની ફરિયાદથી શરૂ થયો સમગ્ર વિવાદ આ સમગ્ર મામલાની શરૂઆત ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની ફરિયાદ બાદ થઈ હતી. સોમૈયાએ મુંબઈ પોલીસ અને એફઆરઆરઓને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, અમેરિકન નાગરિક હોવાને કારણે ઇમરાન ખાનનું રાજકીય પ્રદર્શનમાં સામેલ થવું OCI નિયમો અને વીઝાની શરતોનું સીધું ઉલ્લંઘન છે. નાગરિકતા કાયદા મુજબ, ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકોને ભારતમાં રહેવાની અને અવરજવર કરવાની સુવિધા મળે છે, પરંતુ તેમને ભારતમાં કોઈ રાજકીય અધિકાર નથી અને તેઓ કોઈ આંદોલનમાં ભાગ લઈ શકતા નથી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થયેલા CJPના પ્રદર્શનમાં સામેલ થવાને કારણે જ આ સમગ્ર કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. આ સમાચાર પણ વાંચો ઇમરાન ખાનની જેમ આલિયા-કેટરીના પણ ભારતીય નથી!:અક્ષય કુમાર, અદનાન સામીની નાગરિકતા પર પણ થયો વિવાદ, જાણો શું છે નિયમો ભારતીય નાગરિકતા ન હોવા છતાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ એક્ટર ઇમરાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મુંબઈ પોલીસે તેની સામે કાર્યવાહી કરતાં તેને 28 ઑક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ પ્રકારનો આ એકમાત્ર મામલો નથી. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કર્ણાવતી સ્કાયલેનમાં નવરાત્રીના પાંચમા દિવસે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, ઉત્સાહભેર ઉજવણી, યુવાનોમાં સેલ્ફી અને રીલ્સ બનાવવાનો ઉત્સાહ જોવા મળ્યો
    Next Article
    ધંધુકામાં ડમ્પરે ઈકોને 30 ફૂટ ઘસડી:કારમાં આગ લાગતાં કારચાલક ભડથું થયો, ઈકો બળીને ખાખ; ફાયર વિભાગે 40 મિનિટે આગ પર કાબૂ મેળવ્યો, ડમ્પરચાલક ફરાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment