Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ સર્કલ પર એક કલાક ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સ ફસાઈ:વાહનચાલકો પરેશાન, રસ્તા વચ્ચે પાર્કિંગથી વ્યવસ્થા ખોરવાઈ; પોલીસને જાણ છતાં ઉકેલ નહીં

    20 hours ago

    વઢવાણ સર્કલ પર અંદાજે એક કલાક સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. આ ટ્રાફિકમાં ઇમરજન્સી સેવા માટે દોડી રહેલી એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સુરેન્દ્રનગર-વઢવાણના આ સર્કલ આસપાસ રસ્તાની વચ્ચે આડેધડ વાહનો પાર્ક કરી દેવાતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે. સ્થાનિકોના મતે, ખાસ કરીને રાત્રિના સમયે પણ અનેક વાહનો રસ્તા વચ્ચે પાર્ક કરેલા જોવા મળે છે. આડેધડ પાર્કિંગને કારણે અન્ય વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકોએ પોલીસને અનેકવાર જાણ કરી હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાતી ન હોવાની ફરિયાદ કરી છે. વઢવાણ સર્કલ પર ટ્રાફિકનું કાયમી નિરાકરણ લાવવા, રસ્તા વચ્ચે પાર્કિંગ પર નિયંત્રણ લાવવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં પંચમહાલ પોલીસે નવરાત્રિ ગરબા મહોત્સવ યોજ્યો:પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા
    Next Article
    કદવાલ ગામમાં નવરાત્રી ગરબા મહોત્સવની રમઝટ જામી:યુવાનો, બહેનો અને બાળકો મન મૂકીને ગરબે ઘૂમ્યા, આસપાસના ગામોમાંથી લોકો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment