Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગરબા મંડળોની મુલાકાત લીધી:ખેલૈયાઓનો ઉત્સાહ વધારી આયોજકોની સુરક્ષા વ્યવસ્થાને બિરદાવી

    1 day ago

    વલસાડ શહેરમાં નવરાત્રી પર્વની ધામધૂમ વચ્ચે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પાંચમા નોરતે શહેરના વિવિધ પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં આયોજિત નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગરબાના ભવ્ય આયોજન અને ખેલૈયાઓના ઉત્સાહને નિહાળ્યો હતો. સાથે જ આયોજકો દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓની પ્રશંસા કરી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કોલેજ ગ્રાઉન્ડથી અબ્રામા સુધીના ગરબા મહોત્સવમાં પહોંચ્યા કનુભાઈ દેસાઈએ વલસાડના કોલેજ ગ્રાઉન્ડ ખાતે ધ રાઇઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ધરમપુર રોડ પર સી.બી. સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રંગતાલી નવરાત્રી મહોત્સવમાં પણ હાજરી આપી હતી. ઉપરાંત અબ્રામા ખાતે તડકેશ્વર મંદિર પાસે ગોકુળ ગ્રૂપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ અને વશિયર સ્થિત શ્રીજી પાર્ટી પ્લોટમાં અનાવિલ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી હતી. આ તમામ સ્થળોએ તેમણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ સાથે મુલાકાત કરી હતી તથા નવરાત્રી મહોત્સવના સુંદર આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. સુરક્ષા વ્યવસ્થા અને આયોજનની પ્રશંસા કરી વિવિધ ગરબા મહોત્સવ દરમિયાન કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી નાણાં મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આયોજક ટીમ, જેમાં ભાસિનભાઈ અને તેમની ટીમનો સમાવેશ થાય છે, તેમના દ્વારા જાળવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અને ઉત્સાહને તેમણે બિરદાવ્યો હતો. ભવ્ય આયોજન સાથે ખેલૈયાઓને સુવિધા અને સુરક્ષા મળે તેવા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. ગુજરાતના ખેલૈયાઓને નવરાત્રીની શુભકામનાઓ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના ખેલૈયાઓને નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મા અંબાની આરાધનાના આ પર્વને સૌ કોઈ સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મહિલા સુરક્ષા માટે પોલીસની 'સી ટીમ' એલર્ટ:ગરબા મંડપો અને સોશિયલ મીડિયા પર પણ બાજ નજર
    Next Article
    વકફ બોર્ડના 35.48 લાખની ઉચાપતમાં આરોપીની ધરપકડ:સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટના લાખો રૂપિયા અંગત ખર્ચમાં વાપરી નાખ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment