Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મહિલા સુરક્ષા માટે પોલીસની 'સી ટીમ' એલર્ટ:ગરબા મંડપો અને સોશિયલ મીડિયા પર પણ બાજ નજર

    1 day ago

    નવરાત્રિ દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે મહિલાઓની સુરક્ષા માટે સઘન આયોજન કર્યું છે. એસ.પી. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, પોલીસની 'સી ટીમ' સાદી વેશભૂષામાં ગરબા મંડપોમાં ખેલૈયાઓ વચ્ચે રહીને રોડ રોમિયો પર કડક નજર રાખી રહી છે. વગર મંજૂરીએ ફોટો-વીડિયો ઉતારનારા સામે કાર્યવાહી કરાઈ રહી છે. ૧૧૨ હેલ્પલાઇન ટીમ પણ સતત કાર્યરત છે. મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ કે વાહન બંધ પડે તો ૧૧૨ પર ફોન કરવાથી તરત મદદ મળશે. સાયબર ક્રાઈમ ટીમ સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખી રહી છે. પોલીસે નાગરિકોને નિશ્ચિંત થઈ ગરબા માણવા અને કોઈ અડચણ હોય તો તરત જ 112 પર સંપર્ક કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માણાવદરમાં બાળાઓએ નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબો રજૂ કર્યો:'માં ઉમા-ખોડલ નવરાત્રી મહોત્સવ'માં દર્શકોએ તાળીઓથી વધાવ્યા, ધારાસભ્ય સહિત અગ્રણીઓ હાજર
    Next Article
    વલસાડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગરબા મંડળોની મુલાકાત લીધી:ખેલૈયાઓનો ઉત્સાહ વધારી આયોજકોની સુરક્ષા વ્યવસ્થાને બિરદાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment