Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકફ બોર્ડના 35.48 લાખની ઉચાપતમાં આરોપીની ધરપકડ:સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટના લાખો રૂપિયા અંગત ખર્ચમાં વાપરી નાખ્યા

    1 day ago

    સુરતના સચીન વિસ્તારમાં વકફ બોર્ડ હસ્તકના સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટના ₹35,48,998ની ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીએ ગુનાહિત કાવતરું રચીને ટ્રસ્ટના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. આરોપીએ ટ્રસ્ટના સત્તાવાર બેંક ખાતામાંથી ₹12,62,998 મેળવી લીધા હતા, જ્યારે ટ્રસ્ટની મિલકતો લોકોને ભાડે આપીને તેમાંથી ₹22,86,000 ભાડારૂપે વસૂલ કર્યા હતા. આમ કુલ મળીને ₹35.48 લાખથી વધુની માતબર રકમ ટ્રસ્ટમાં જમા કરાવવાને બદલે પોતાના મોજશોખ અને અંગત ખર્ચમાં વાપરી નાખી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. સચીન પોલીસે બે ટીમો બનાવી મોબાઈલ રિપેરરને દબોચ્યો ટ્રસ્ટ સાથે થયેલી આ મોટી છેતરપિંડી અંગે સચીન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક બે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. બાતમીદારો અને હ્યુમન સોર્સની મદદ મેળવીને પોલીસે આરોપી સરફરાઝઅહમદ શબ્બીરઅહમદ પંચાતી (ઉં.વ. 42)ને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલો આરોપી વ્યવસાયે મોબાઇલ રિપેરિંગનું કામકાજ કરે છે અને ટ્રસ્ટના વહીવટમાં જોડાઈને તેણે આ આખી નાણાકીય ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે. BNS હેઠળ ગુનો દાખલ, બે દિવસના રિમાન્ડ મંજૂર પોલીસે આરોપી સરફરાઝઅહમદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 316(5), 61 અને 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે સમગ્ર કૌભાંડનું સત્ય બહાર લાવવા રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ઉચાપત કરાયેલી રકમ ક્યાં રોકવામાં આવી છે અને આ ષડયંત્રમાં અન્ય કોઈ ટ્રસ્ટી કે સ્થાનિક લોકો સામેલ છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગરબા મંડળોની મુલાકાત લીધી:ખેલૈયાઓનો ઉત્સાહ વધારી આયોજકોની સુરક્ષા વ્યવસ્થાને બિરદાવી
    Next Article
    બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાયો:બે દિવસીય ઉત્સવમાં નવદુર્ગા માતાજી અને સ્ત્રી શક્તિની થીમ પર કરાઈ ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment