Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:રત્નસાગર હાઈટ્સમાં પાંચમાં નોરતે ખેલૈયાઓએ મચાવી ધૂમ, રંગબેરંગી પરિધાનમાં ગરબાની રમઝટ જામી, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલે લીધો આરતીનો લાભ

    3 days ago

    અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા રત્નસાગર હાઈટ્સ ખાતે નવરાત્રી મહોત્સવના પાંચમાં નોરતે ગરબાની રમઝટ જામી હતી. ખેલૈયાઓ રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયાના પરંપરાગત પોશાકમાં મન મૂકીને ઝૂમ્યા હતા. આખી સોસાયટી ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠી આ પ્રસંગે ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે અને સ્થાનિક રાજકીય નેતાઓએ આરતીનો લાભ લીધો હતો. પાંચમાં દિવસની માતાજીની આરતીની ઉછામણીનો લાભ સુરેશભાઈ દરજીના પરિવારે લીધો હતો. રત્નસાગર નવરાત્રી મહોત્સવમાં ₹10ના દૈનિક લકી ડ્રોના ચોથા દિવસના વિજેતાઓ જાહેર થયા. પ્રથમ ઇનામ હનીસિંઘને, બીજું ગિરીશભાઈને અને ત્રીજું ઇનામ નિશીબેન ભટ્ટને મળ્યું. સમૃદ્ધિ જ્વેલર્સ દ્વારા યોજાયેલી બેસ્ટ ગરબા હરીફાઈમાં રચનાબેન પટેલ પ્રથમ, શાનવીબેન પટેલ બીજા અને દેવાંશીબેન દરજી ત્રીજા સ્થાને રહ્યા. સમૃદ્ધિ જ્વેલર્સ સેલ્ફી પોઇન્ટના વિજેતા દર્શનભાઈ પંચાલ બન્યા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રાધેય હાઈટ્સ હાથીજણ ખાતે પાંચમા નોરતે ગરબાનું આયોજન, માં અંબાની ભક્તિમાં ભાવિકોએ ઉત્સાહભેર ગરબા ગાઈ આરાધના કરી
    Next Article
    પરિયા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ ગુરુવર્ય એવોર્ડ મળ્યો:સુરતના પેજ 3 મેગેઝીને હર્ષદકુમાર પંચાલનું સન્માન કર્યું, શાળા અને ગામનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment