Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલ જળકુંભીનું સામ્રાજ્ય:દેશલસર તળાવમાં ગટરના પાણી ઠલવાતા જીપીસીબીએ નમૂના લીધા

    1 day ago

    ભુજના ઐતિહાસિક દેશલસર તળાવમાં ગટરનું ગંદું પાણી છોડાતું હોવાની ફરિયાદ વચ્ચે માં ચેરિટેબલ ટ્રસ્ટની રજૂઆત બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા સ્થળ તપાસ કરી ગટરના પાણીના નમૂના લીધા છે. ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા સહિત વિવિધ સરકારી સત્તામંડળોને રજૂઆતો કરી તળાવમાં ગટરનું પાણી પ્રવેશતું હોવાના આક્ષેપોની તપાસ, પાણીના નમૂનાઓનું પ્રયોગશાળામાં પરીક્ષણ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી. ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ બંધ હોવાને કારણે ભુજનાં તળાવો અને જળાશયોમાં ગંદું પાણી પ્રવેશતું હોવાની શક્યતા છે. પાલિકા દ્વારા માત્ર વરસાદી પાણી આસપાસના વિસ્તારમાંથી આવતું હોવાનું દર્શાવવામાં આવતું હોવાનો દાવો કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં ભુજ નગરપાલિકાએ વરસાદી વહેણની સફાઈ પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું, જ્યારે દેશલસર તળાવમાંથી જળકુંભી દૂર કરવાની કામગીરી આગામી સમયમાં હાથ ધરવાની ખાતરી આપી હતી. હવે જીપીસીબીના નમૂના પરીક્ષણના અહેવાલ અને તપાસનાં તારણો પરથી તળાવમાં પ્રદૂષણની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    જેદ્દાહથી મુંબઈ અને અમદાવાદ માટે ચાર્ટર ફ્લાઇટનું સંચાલન થશે:કચ્છના ઉમરાહ યાત્રીઓ માટે રાહત, પરત આવવા ખાસ વિમાનની વ્યવસ્થા
    Next Article
    ગરમી 37.8 ડિગ્રી થઇ:પખવાડિયામાં 9 દિવસ પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment